ગુજરાતની ડાયરા ક્વીને કરી લીધા લગ્ન, પિતા મણિરાજ બારોટની યાદમાં લગ્નમંડપમા રડી પડી
Rajal Barot Marriage: ગુજરાતની ફેમસ ડાયરા ક્વીન રાજલ બારોટે અલ્પેશ બાંબણિયા સાથે લગ્ન કરીને નવા જીવનનની શરૂઆત કરી છે. ગુજરાતી સિંગર રાજલ બારોટ લગ્નગ્રંથિથી જોડાઈ છે. ત્યારે રાજલ બારોટની લગ્નની તસવીરો સામે આવી છે. લગ્નપ્રસંગમાં પિતા મણિરાજ બારોટને યાદ કરીને ગાયિકા રડી પડી હતી.
રાજલ બારોટ ગુજરાતના જાણિતા સિંગર સ્વ. મણિરાજ બારોટના દીકરી છે. લોકગાયિકા આજે અલ્પેશ બાંભણિયા સાથે સાત ફેરા લીધા છે.
રાજલ બારોટના લગ્નપ્રસંગમાં ગુજરાતી સંગીત જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. કિંજલ દવે, ગીતા રબારી જેવી ડાયરા ક્વીન પણ રાજલ બારોટના આ ખુશીના પ્રસંગમાં જોવા મળી હતી.
તો લગ્નપ્રસંગમાં પિતા મણિરાજ બારોટને યાદ કરતા રાજલ બારોટ રડી પડી હતી. રાજલ બારોટ જાણીતા ગુજરાતી લોક ગાયક સ્વર્ગસ્થ મણિરાજની પુત્રી છે. નાની ઉંમરમાં તે એકલા હાથે જે રીતે ૩ બહેનોની જવાબદારી પણ નિભાવી છે.
કોણ છે અલ્પેશ બાંબણિયા, જેને રાજલ બારોટ પરણશે
ગુજરાતનો આ પ્રખ્યાત ગાયક પરિવાર પાટણનો છે. રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમના પત્નીના નિધન બાદ તેમની ચારેય દીકરીઓ પિતા સાથે સુખેથી રહેતી હતી. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે. રાજલ બારોટના મંગેતર અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાના દીકરા છે અને ઉનામાં યુવા નેતા તરીકે પ્રખ્યાત છે. તેઓ ઉના નગરપાલિકાના સદસ્ય અને જાણીતા સમાજસેવક છે.
Trending Photos