10 તારીખે રજૂ થઈ શકે છે નવું Income Tax બિલ, તમારા માટે થઈ શકે છે આ ધરખમ ફેરફારો

મોદી સરકાર ઈનકમ ટેક્સ એક્ટ પર મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જે હેઠળ 1961થી અમલી આવકવેરા કાયદો(Income Tax Law) માં ફેરફારની તૈયારી છે. એવું કહેવાય છે કે નવા આવકવેરા કાયદા બિલ દ્વારા ટેક્સેશન સિસ્ટમને સરળ અને પારદર્શક બનાવી શકાશે. તેનાથી આવકવેરા કાયદાની ભાષા સરળ થશે અને ટેક્સ ભરવાનું પણ સરળ થશે. 

income tax bill

1/9
image

7 ફેબ્રુઆરી સાંજે 6 વાગે પીએમ મોદીની અધ્યક્ષતામાં થનારી કેબિનેટ બેઠકમાં નવા આવકવેરા બિલને મંજૂરી મળવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ત્યારબાદ એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ બિલને સરકાર  10 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરશે. 

2/9
image

મીડિયા રિપોર્ટમાં કહેવાઈ રહ્યું છે કે જો બધુ ઠીક રહેશે તો 1 એપ્રિલથી નવી ટેક્સ સિસ્ટમ લાગૂ થવાની શક્યતા છે. આવામાં બધાનો એ સવાલ છે કે નવા આવકવેરા ટેક્સ બિલમાં શું શું ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો તે વિશે. 

3/9
image

હાલનો આવકવેરા કાયદો  (Income Tax Act 1961) 1961થી લાગૂ છે. હવે તેને સંપૂર્ણ રીતે ખતમ કરીને નવો કાયદો અમલમાં લાવવામાં આવશે. તે હાલની જરૂરિયાતો પ્રમાણે અપડેટેડ હશે. 

4/9
image

નવો આવકવેરા કાયદો ઓછા અને સરળ શબ્દોમાં હશે. તેનો હેતુ સામાન્ય લોકોને પણ સરળતાથી સમજ પડે તે છે. હાલનો કાયદો 6 લાખ શબ્દોમાં લખાયેલો છે જેને ઘટાડીને અડધો કરાશે. તેનો સીધો અર્થ કોમ્પ્લેક્સિટી અને ઓછી કન્ફ્યૂઝન સાથે છે. 

5/9
image

મીડિયા રિપોર્ટ મુજબ આ બિલમાં ટેક્સ સ્લેબ નહીં બદલાય. એટલે કે જે હાલના ટેક્સ સ્લેબ છે તે ભવિષ્યમાં પણ રહેશે. ટેક્સ સિસ્ટમને વધુ સરળ અને તર્કસંગત બનાવવામાં આવશે. 

6/9
image

ટેક્સ ફાઈલ કરવાની પ્રોસેસને સંપૂર્ણ ડિજિટલ કરવામાં આવશે. તેનો ફાયદો એ હશે કે આવનારા સમયમાં પેપર વર્ક ઓછું હશે અને લોકો સરળતાથી આવકવેરો ફાઈલિંગ કરી શકશે. 

7/9
image

સરકારનું ફોકસ ટેક્સ સંબંધિત કેસોને ઘટાડવા પર છે. અનેક ભૂલો થવા પર સજા ઓછી કરવાની જોગવાઈ હોઈ શકે છે. નવા ટેક્સ નિયમોને વધુ પારદર્શક બનાવવામાં આવશે જેથી કરીને કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન થાય. તેનાથી ટેક્સપેયર્સને પરેશાનીઓ ઘટશે. 

8/9
image

સરકાર તરફથી અસેસમેન્ટ યર અને ફાઈનાન્શિયલ યરને પણ મર્જ કરવા પર વિચાર કરાઈ રહ્યો છે. નવો કાયદો વિદેશી કંપનીઓ અને ઈન્વેસ્ટર્સ માટે પણ ક્લિયર હશે. જેાથી ભારતમાં રોકાણ વધી શકે છે. 

9/9
image

સરકાર ઈચ્છે છે કે વધુમાં વધુ લોકો ટેક્સ સિસ્ટમમાં જોડાય. પરંતુ તેમાં કોઈ નવી ટેક્સ જોગવાઈ નહીં હોય. સરકારની ઈચ્છા છે કે 1 એપ્રિલથી આ નવો ટેક્સ કાયદો લાગૂ કરવામાં આવે. પહેલા તેને સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવામાં આવશે.