White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો વાળમાં

White Hair: માથાના આગળના વાળ કાળા થવાની શરુઆત થઈ હોય તો સરસવના તેલમાં આ વસ્તુઓ મિક્સ કરી વાળમાં લગાડવાની શરુઆત કરી દો. આ તેલ વાળમાં લગાડશો એટલે સફેદ વાળ મૂળમાંથી કાળા થવા લાગશે.

White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો વાળમાં

White Hair: નાની ઉંમરમાં માથાના આગળના વાળ જો સફેદ થવા લાગે તો ચિંતા વધી જાય છે. વાળ સફેદ થાય તેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. વારંવાર કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાને લીધે, ખરાબ જીવનશૈલીના લીધે, સ્ટ્રેસના લીધે પણ વાળ સફેદ થઈ શકે છે. જો માથાના આગળના વાળ સફેદ થવાની શરૂઆત થઈ ગઈ હોય તો તેને કલર કરવા માટે મહેંદી કે ડાઈનો ઉપયોગ કરવાને બદલે તમે ઘરેલુ તેલનો ઉપયોગ કરો તો વધુ સારું. 

આજે તમને આવા જ એક તેલ વિશે જણાવીએ જેને ઘરમાં તમે સરળતાથી બનાવી શકો છો અને આ તેલને નિયમિત વાપરવાથી સફેદ થતા વાળ કાળા થવા લાગશે. આ તેલનો ઉપયોગ કરવાથી વાળને પોષણ પણ મળશે અને વાળનો ગ્રોથ પણ વધશે. અને વાળને કાળા કરવા માટે અન્ય કોઈ ઉપાય પણ નહીં કરવા પડે. 

વાળ જો સફેદ થવા લાગ્યા હોય તો તેને ફરીથી કળા કરવા માટે સરસવના તેલની જરૂર પડશે. સરસવના તેલમાં 3 વસ્તુઓ મિક્સ કરીને તેને માથામાં નિયમિત અપ્લાય કરો. માથામાં આ તેલ લગાડવાથી વાળ નેચરલી કાળા થવા લાગે છે.. તો ચાલો તમને જણાવીએ આ તેલ કેવી રીતે બનાવવું અને તેમાં કઈ કઈ વસ્તુઓ ઉમેરવાની હોય છે. 

વાળ કાળા કરવાનું તેલ બનાવવાની સામગ્રી 

એક વાટકી સરસવનું તેલ 
એક ચમચી મેથીના દાણા 
એક ચમચી કલોંજી 
એક ચમચી આમળા પાવડર 

વાળ કાળા કરવાનું તેલ બનાવવાની રીત 

સૌથી પહેલા લોઢાના વાસણમાં સરસવના તેલને ગરમ કરો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં આમળાનો પાવડર, મેથીના બી, કલોંજી ઉમેરીને 10 થી 15 મિનિટ સુધી પકાવો. જ્યારે તેલનો રંગ કાળો થઈ જાય તો ગેસ બંધ કરી દો. આ મિશ્રણને 24 કલાક માટે લોઢાના વાસણમાં જ રાખો. 24 કલાક પછી આ મિશ્રણને ગાળી લો. તૈયાર કરેલું તેલ માથામાં સારી રીતે અપ્લાય કરો. 

તેલ લગાડ્યા પછી 10 મિનિટ હળવા હાથે મસાજ કરો. આ તેલને માથામાં ઓછામાં ઓછી બે કલાક અથવા તો એક રાત રાખો. બીજા દિવસે માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં 3 વખત આ તેલ લગાડશો એટલે સફેદ થયેલા વાળ પણ ધીરે ધીરે કાળા થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news