Get Glowing Skin: વેલેન્ટાઈન વીકમાં ચાંદની જેમ ચમકશે તમારો ચહેરો, 1 ચમચી દહીં અને ચપટી હળદર કરશે જાદુ, ટ્રાય કરો આ સ્કિન કેર ટીપ્સ

Get Glowing Skin in 10 Minutes: રોજ સ્કિન કેર પર ધ્યાન ન અપાતું હોય એટલે સ્કિન ડલ થઈ જાય છે. ડલ સ્કિનને પણ વેલેન્ટાઈન વીકમાં સુંદર બનાવવી સરળ છે. આજે તમને ઘરમાં રહેલી વસ્તુઓના ફેસપેક વિશે જણાવીએ જે 10 મિનિટમાં સ્કિન પર ગ્લો લાવી શકે છે.

Get Glowing Skin: વેલેન્ટાઈન વીકમાં ચાંદની જેમ ચમકશે તમારો ચહેરો, 1 ચમચી દહીં અને ચપટી હળદર કરશે જાદુ, ટ્રાય કરો આ સ્કિન કેર ટીપ્સ

Get Glowing Skin in 10 Minutes: 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. આ વીક દરમ્યાન યુવતીઓ પોતાની સુંદરતા પર વિશેષ ધ્યાન આપે તે સ્વાભાવિક છે. અને સ્કિન કેર માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ ન ઉપયોગ અને મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવે જ છે. જોકે આ પ્રકારની વસ્તુઓમાં ખર્ચો વધારે થાય છે. જો તમે વેલેન્ટાઈન વીકમાં ચહેરાની સુંદરતા નેચરલી વધારવા માંગો છો તો તમે કેટલાક ઘરેલુ નુસખા અજમાવી શકો છો. 

સ્કિનની સુંદરતા વધારવા માટે વર્ષોથી આ ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓ એવી છે જેની કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. સાથે જો તે ચહેરા પર નિખાર વધારે છે. અને આ વસ્તુઓની ખાસ વાત એ છે કે તેનાથી મળતો ગ્લો ટેમ્પરરી નથી હોતો. એટલે કે આ ઘરેલું વસ્તુઓ ચહેરા પર કાયમી સુંદરતા વધારે છે. 

ચહેરાની સુંદરતા વધારતી ઘરેલુ વસ્તુઓ 

દહીં અને લીંબુ 

દહીં નેચરલ રીતે સ્કિનને ઠંડક પહોંચાડે છે અને સ્કીનની રંગત નિખારે છે. લીંબુમાં વિટામિન સી હોય છે જે ડેડ સ્કીન હટાવવામાં મદદ કરે છે. તેને તમે ફેસપેક તરીકે ચહેરા પર લગાવો શકો છો. તેના માટે ફક્ત એક ચમચી દહીંની જરૂર પડશે. એક ચમચી દહીંમાં થોડા ટીપા લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી ચહેરા અને ગરદન પર 15 મિનિટ માટે લગાવો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો. 

હળદર અને મધ 

હળદરમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે જે ચહેરાના ડાઘ દૂર કરે છે અને મધ ચહેરાને નેચરલી મોઈશ્ચુરાઈઝ કરે છે. આ ફેસપેક તૈયાર કરવા માટે એક ચમચી મધ લેવું અને એમાં એક ચપટી હળદર ઉમેરવી. મધ અને હળદરને સારી રીતે મિક્સ કરીને ચહેરા તેમજ ગરદન પર લગાવો. દસ મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાશે. 

પપૈયાનો ફેસપેક 

પપૈયું ત્વચાને એક્સફોલિયેટ કરવામાં મદદ કરે છે. વેલેન્ટાઈન વીક પર તમે પપૈયાના ફેસપેકથી ત્વચાને નિખારી શકો છો. તેના માટે પપૈયાની પેસ્ટ બનાવી લેવી અને તેમાં થોડું દહીં ઉમેરી તેને ચહેરા પર લગાવો. 15 મિનિટ રાખો અને પછી ચહેરો ધોઈ લો. 

ચણાનો લોટ અને ટમેટા 

ચણાનો લોટ ચહેરાના એક્સ્ટ્રા ઓઇલને દૂર કરે છે અને ટમેટા ત્વચાની રંગત દેખાય છે. ઇન્સ્ટન્ટ લો માટે આ કોમ્બિનેશન સૌથી બેસ્ટ છે. તેના માટે એક વાટકીમાં એક ચમચી ચણાના લોટમાં ટમેટાની પેસ્ટ અથવા તો ટમેટાનો રસ ઉમેરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો અને પછી તેને સુકાવા દો. સુકાઈ ગયા પછી હળવા હાથે મસાજ કરીને ચહેરાને સાફ કરી લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news