મહાકુંભ મેળા ક્ષેત્રમાં ફરીથી લાગી ભયંકર આગ, સંગમના સેક્ટર-18 શંકરાચાર્ય રોડનો પંડાલ આગની ઝપેટમાં
Maha Kumbh Fire: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સનાતન ધર્મનો સૌથી મોટો મેળવડો મહાકુંભ યોજાયો છે. આ મહાકુંભમાં આજે ફરીથી આગ લાગવાની ઘટના ઘટી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
પ્રયાગરાજમાં લાગેલા મહાકુંભ મેળામાં ફરીથી આગ લાગી હોવાના સમાચાર છે. આ આગ સેક્ટર નંબર 18ના શંકરાચાર્ય માર્ગ પર લાગી છે. ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આગ લાગવાની આ પ્રકારની આ ત્રીજી ઘટના હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડ હાલ આગ બુઝાવવામાં લાગ્યું છે. આગ લાગવાના કારણો હજુ જાણી શકાયા નથી. આગમાં જાનમાલનું કોઈ નુકસાન થયું ન હોવાનું હાલ જણાવાઈ રહ્યું છે.
#WATCH | Prayagraj | A fire breaks out in Sector 18, Shankaracharya Marg of Maha Kumbh Mela Kshetra. Fire tenders are at the spot. More detail awaited pic.twitter.com/G4hTeXyRd9
— ANI (@ANI) February 7, 2025
અત્રે જણાવવાનું કે આ અગાઉ 30 જાન્યુઆરીના રોજ મહાકુંભના સેક્ટર 22માં પણ અનેક પંડાલોમાં આગ લાગી હતી. આ આગમાં 15 જેટલા ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આ પહેલા પણ આગ લાગવાની ઘટના સામે આવી ચૂકી છે. મહાકુંભ મેળાના સેક્ટર 2માં બે કારોમાં આગ લાગવાથી હડકંપ મચ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી. સમયસર ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવી લીધો હતો.
19 જાન્યુઆરીના રોજ પણ મહાકુંભ મેળાના સેક્ટર 19માં એક આગ લાગવાની ઘટના ઘટી હતી. જ્યારે એક શિબિરમાં રાખેલા ઘાસફૂસમાં આગ લાગી હતી. આ ઘટનામાં લગભગ 18 શિબિર બળીને ખાખ થઈ ગયા હતા. જો કે તે વખતે પણ ફાયરના કર્મચારીઓએ તરત આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે