તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર

NCC લિમિટેડના શેર શુક્રવારે બીએસઈમાં 15 ટકા તૂટી 202.85 રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીના શેર માર્ચ 2024 બાદથી પોતાના લોએસ્ટ લેવલ પર છે.

તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર

Stock Market News: સિવિલ કન્સ્ક્ટક્શન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની એનસીસી લિમિટેડના શેર ધડામ થઈ ગયા છે. એનસીસી લિમિટેડના શેર શુક્રવારે 11 મહિનાના લો લેવલ પર પહોંચી ગયા છે. કંપનીના શેર શુક્રવારે BSE માં 15 ટકા તૂટી 202.85 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીનો શેર 52 વીકના લોની નજીક છે. એનસીસી લિમિટેડ મેનેજમેન્ટે FY25 માં પોતાના રેવેન્યૂ અને માર્જિન ડાઇડેન્સમાં ઘટાડો કર્યો છે. ત્યારબાદ કંપનીના શેરમાં ઘટાડો થયો છે. કંપનીના શેર માર્ચ 2024 બાદ પોતાના લોએસ્ટ લેવલ પર છે.

13 ટકા ઘટ્યો ક્વાર્ટરનો નફો
ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં એનસીસી લિમિટેડનો ટેક્સ ચુકવણી બાદ સ્ટેન્ડઅલોન નફો 13 ટકા ઘટી 185.4 કરોડ રૂપિયા રહ્યો છે. તો કંપનીનું રેવેન્યૂ વાર્ષિક આધાર પર 1.6 ટકા ઘટી 4671 કરોડ રૂપિયા રહ્યું છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં એનસીસી લિમિટેડનો ઇબિટ્ડા વાર્ષિક આધાર પર 14.6 ટકા ઘટી 409.50 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીનું માર્જિન વાર્ષિક આધાર પર 130 બેસિસ પોઈન્ટ્સ ઘટી 8.8 ટકા રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની ઓર્ડરબુક 51834 કરોડ રૂપિયા રહી છે.

6 મહિનામાં 35% થી વધુ તૂટી ગયો NCC નો શેર
કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ કંપની એનસીસી લિમિટેડના શેરમાં છેલ્લા છ મહિનામાં 35 ટકાનો ઘટાડો થયો છે. એનસીસીના શેર 7 ઓગસ્ટ 2024ના 319.35 રૂપિયા પર હતા. કંપનીના શેર 7 ફેબ્રુઆરી 2025ના 202.85 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 25 ટકાથી વધુનો ઘટાડો થયો છે. કંપનીના શેર 7 જાન્યુઆરી 2025ના 272.40 રૂપિયા પર હતો. એનસીસી લિમિટેડના શેર 7 ફેબ્રુઆરી 2025ના 202.85 રૂપિયા પર પહોંચ્યો છે. એનસીસી લિમિટેડના શેરનો 52 વીકનો હાઈ 364.50 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 200.95 રૂપિયા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news