ટ્રેનના ટોઇલેટમાં હતી ગર્ભવતી મહિલા; હેવાનોએ કર્યું શારીરિક શોષણ, ચીસાચીસ કરી તો ફેંકી દીધી
Pregnant Woman Assaulted in Train: તમિલનાડુમાં એક મહિલા ટ્રેનથી ચિત્તુર જઈ રહી હતી. તે દરમિયાન, જ્યારે મહિલા વોશરૂમમાં જતી હતી, ત્યારે બે નરાધમોની તેના પર નજર પડી. તેઓએ મહિલાનું યૌન શોષણ કર્યું અને જ્યારે મહિલા ચીસો પાડવા લાગી તો ટ્રેનમાંથી ફેંકી દીધી હતી.
Trending Photos
Pregnant Woman Assaulted in Train: તમિલનાડુમાં બે પુરુષોએ કથિત રીતે ચાર મહિનાની ગર્ભવતી મહિલાનું જાતીય શોષણ કર્યું અને પછી તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી. જી હા.. આ ભયાનક ઘટનાએ રાજ્યના લોકોમાં આક્રોશ ફેલાયો અને વિપક્ષ અને શાસક ડીએમકે વચ્ચે રાજકીય વિવાદ પણ સર્જ્યો. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ મહિલા આંધ્રપ્રદેશના ચિત્તૂર જઈ રહી હતી ત્યારે શુક્રવારે વહેલી સવારે ટ્રેન તિરુપત્તુર જિલ્લાના જોલારપેટ્ટાઈ પાસેથી પસાર થઈ રહી હતી. મહિલા વોશરૂમ જઈ રહી હતી ત્યારે બે લોકોએ તેના પર હુમલો કર્યો. મહિલાએ મદદ માટે બૂમો પાડી અને વોશરૂમ તરફ દોડી, પરંતુ પુરુષોએ તેનો પીછો કર્યો અને તેને વેલ્લોર જિલ્લામાં કોમ્બેટોર-તિરુપતિ ઇન્ટરસિટી એક્સપ્રેસમાંથી બહાર ધક્કો મારી દીધો હતો.
કાર્યવાહી થઈ શરૂ
મહિલાના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માથામાં પણ ઈજા થઈ હતી. તેને વેલ્લોર જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મહિલા કોઈમ્બતુરની એક ગારમેન્ટ કંપનીમાં કામ કરતી હતી. જોલારપેટ્ટાઈ પોલીસે કેસની ફરિયાદ નોંધી છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ કેસમાં હેમરાજ નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હેમરાજ એક રીઢો ગુનેગાર છે અને તેનો ગુનાહિત રેકોર્ડ છે.
AIADMK એ સરકારને ઘેરી
આ ઘટના અંગે DMKની આગેવાની હેઠળની રાજ્ય સરકારની ટીકા કરતા AIADMKના જનરલ સેક્રેટરી ઈડાપ્પડી કે પલાનીસ્વામીએ કહ્યું, 'એક ગર્ભવતી મહિલાનું બે પુરુષો દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને પછી તેણે ચીસો પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ટ્રેનમાંથી ધક્કો મારવાના ચોંકાવનારા સમાચાર છે.
શાળા-કોલેજ પછી ટ્રેનોમાં પણ મહિલાઓ અસુરક્ષિત
તમિલનાડુમાં મહિલાઓ રસ્તા પર સલામત રીતે ચાલી શકતી નથી તે શરમજનક છે. શાળા, કોલેજ કે ઓફિસે જઈ શકતી નથી અને હવે ટ્રેનમાં પણ મુસાફરી કરી શકતો નથી. તેમણે કહ્યું કે, 'આવા અત્યાચારો ચાલુ રહેવાથી મહિલાઓની સુરક્ષામાં રાજ્ય સરકારની નિષ્ફળતા સાબિત થાય છે અને ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે