પ્લેનમાં કેમ ના લઈ જઈ શકાય નાળિયેર? ખુબ જ ખતરનાક છે કારણ, એક ચૂકથી જઈ શકે છે મુસાફરોનો જીવ
Coconut Ban in Flight : શું તમે જાણો છો કે એરલાઈન્સ પોતાના વિમાનમાં નારિયેળ લઈ જવા પર પ્રતિબંધ કેમ મૂકે છે? આખરે નાળિયેર જેવી ખાદ્ય ચીજવસ્તુઓથી શું જોખમ હોઈ શકે? જ્યારે એક્સપર્ટે આનો જવાબ આપ્યો તો લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.
દરેક વ્યક્તિ જાણે છે કે હવાઈ મુસાફરી દરમિયાન અનેક પ્રકારની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ હોય છે. આ યાદીમાં મોટે ભાગે હાનિકારક અને જ્વલનશીલ પદાર્થોનો સમાવેશ થાય છે, જેથી વિમાનને કોઈ નુકસાન ન થાય. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એરલાઈન્સ કેટલીક એવી વસ્તુઓ પર પણ પ્રતિબંધ લગાવે છે જેનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે અને એક નજરમાં આ વસ્તુઓ નુકસાનકારક લાગતી નથી.
આવી જ એક વસ્તુ છે કોપરા સાથેનું નાળિયેર...જેને ફ્લાઈટમાં લઈ જવા પર પ્રતિબંધ છે. જી હા... હવે તમે વિચારી રહ્યા હશો કે આવું કેમ છે, જ્યારે તેનાથી કોઈ નુકસાન નથી થતું તો પછી વિમાનમાં પ્રતિબંધ શા માટે લાદવામાં આવ્યો છે. સામાન્ય રીતે તમને છરીઓ, લાઇટર, સિગારેટ, માદક દ્રવ્યો અને જ્વલનશીલ પદાર્થો લઇ જવાથી અટકાવવામાં આવે છે. પરંતુ કોપરાની સાથે નાળિયેર લઈ જવા પર પણ પ્રતિબંધ છે ત્યારે આશ્ચર્ય થાય છે. છેવટે આનું કારણ શું છે?
એક્સપર્ટે કર્યો ખુલાસો
એવિએશન ટ્રેનિંગ ઈન્ડિયાના એવિએશન એક્સપર્ટ રાજગોપાલનું કહેવું છે કે અનેક કંપનીઓ એરક્રાફ્ટમાં કોપરાવાળા સૂકા નારિયેળ લઈ જવા પર પ્રતિબંધ મુકેલો છે. તેનું કારણ એ છે કે આ પ્રકારના નાળિયેરનું બહારનું કવચ ખૂબ જ કઠણ હોય છે અને તેનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય છે. તેનાથી એરક્રાફ્ટને નુકસાન થઈ શકે છે અથવા મુસાફરોને પણ ઈજા થઈ શકે છે. એરક્રાફ્ટમાં સવાર દરેક પેસેન્જરની સલામતી સુનિશ્ચિત કરવી એ એરલાઇન્સની પ્રાથમિકતા હોવાથી હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવી કોઈપણ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે.
વધુ ઊંચાઈએ ફૂટી શકે છે નારિયેળ
એક કોસ્મોલોજિસ્ટ કહેવું છે કે નાળિયેરનું ઉપરનું પડ ખૂબ જ સખત હોય છે અને અંદરનો ભાગ પાણીથી ભરેલો હોય છે. જેમ જેમ પ્લેન ઊંચે જાય છે તેમ તેમ દબાણ વધે છે, જેનાથી નાળિયેર ફૂટવાનું જોખમ રહે છે. પ્લેનને ગંદુ થતું રોકવા, સિવાય મુસાફરોની સુરક્ષા માટે પણ યોગ્ય નથી. આ સિવાય નાળિયેરમાં વધારે પડતો ભેજ પ્લેનની અંદરનો ખતરો વધારે છે. એટલું જ નહીં, તે વિમાનની વેન્ટિલેશન સિસ્ટમને પણ અસર કરી શકે છે. નાળિયેરનું પાણી વિમાનની અંદર લઈ જનાર 100 એમએલ તરલ પદાર્થની છૂટથી વધારે હોય છે, જેના કારણે એરલાઇન્સે તેના પર પ્રતિબંધ મૂકેલો છે.
નાળિયેર સ્કેન કરવું પણ મુશ્કેલ
નિષ્ણાતોનું કહેવું છે કે વિમાનમાં નાળિયેર લઈ જવા પર પ્રતિબંધ પાછળનું એક કારણ એ છે કે તેને એક્સ-રે મશીન દ્વારા સ્કેન કરવું ખૂબ મુશ્કેલ છે. તેના જાડી ખોલ અને અંદર ભરાયેલા પાણીને કારણે મશીન વડે તેની તપાસ કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાને બાધ્ય કરીને નાળિયેરની અંદર ગેરકાયદેસર ચીજો જઈ શકે છે.
સૂકા નાળિયેરથી પણ ખતરો
નિષ્ણાતોનું કહેવું છે કે પ્લેનમાં સૂકું નાળિયેર લઈ જવાની મનાઈ છે કારણ કે તેનો પલ્પ સરળતાથી ફાટી શકે છે અને ફેલાઈ શકે છે. તેનાથી પ્લેનમાં ગંદકી તો ફેલાશે જ પરંતુ લોકો લપસી જવાનો પણ ખતરો છે. આ સિવાય સૂકા નાળિયેરની ભેજ એરક્રાફ્ટની કેબિનમાં હાજર હવાની ગુણવત્તાને પણ બગાડી શકે છે, જે ઘણા મુસાફરો માટે નુકસાનકારક બની શકે છે. આ સિવાય પ્લેનમાં અશાંતિ દરમિયાન નારિયેળ જેવી સખત વસ્તુઓ ખતરો પેદા કરી શકે છે.
Trending Photos