Triple Talaq Case: ઉમરેઠમાં પત્ની ગમતી ન હોવાથી પતિએ સોશિયલ મીડિયામાં કહ્યું- તલાક..તલાક...તલાક
ઉમરેઠની યુવતીના લગ્ન મહીસાગર જિલ્લાના ડેભારી ગામના એક યુવક સાથે થયા હતા. પરંતુ કોઈ કારણોસર 7મી નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર ત્રિપલ તલાક (Triple talaq) નો મેસેજ આવતા યુવતી ચોંકી ઉઠી હતી. ત્યારબાદ પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે ત્રણ તલાકના કાયદા હેઠળ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/આણંદ: રાજ્યમાં ત્રિપલ તલાક (Triple talaq) ને લઈને અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્રિપલ તલાક (Triple talaq)નો કાયદો અમલમાં આવ્યા બાદ પણ મુસ્લિમ મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે. ત્યારે આણંદના ઉમરેઠ (Umreth)માં પતિએ ઇન્સ્ટાગ્રામ પર ત્રિપલ તલાક (Triple talaq) આપ્યા હોવાની ઘટના સામે આવી છે.
ઉમરેઠની યુવતીના લગ્ન મહીસાગર જિલ્લાના ડેભારી ગામના એક યુવક સાથે થયા હતા. પરંતુ કોઈ કારણોસર 7મી નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર ત્રિપલ તલાક (Triple talaq) નો મેસેજ આવતા યુવતી ચોંકી ઉઠી હતી. ત્યારબાદ પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે ત્રણ તલાકના કાયદા હેઠળ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં જાણવા મળ્યું કે ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો. યુવતી છેલ્લા કેટલાક સમયથી ઉમરેઠ પિયરમાં રહેતી હતી.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ઉમરેઠમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ છે. ઉમરેઠમાં રહેતી એક યુવતીના લગ્ન 23,11.2019 ના રોજ મહીસાગર જિલ્લાનાં વીરપુર તાલુકાના ડેબારી ગામના એક યુવક સાથે થયા હતા. લગ્ન પછી તેણે પોતાની પત્ની ગમતી ન હોવાથી બન્ને વચ્ચે અણબનાવ વધી ગયા હતા. જેના કારણે પીડિતાનો પતિ 25.7.21 ના રોજ ડેબારી ગામે ઘરમાં જ ત્રણ વખત તલાક બોલ્યો હતો. પરંતુ પત્ની પાસેથી કોઈ જવાબ મળ્યો નહોતો.
પતિ પત્ની વચ્ચે અણબનાવ વધી જતા યુવતી તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી. ગત 7.11.21ના રોજ પતિ એ પત્નીના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ત્રણ વખત તલાકનો મેસેજ કર્યો હતો. જેના કારણે પીડિત યુવતીએ સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારને કરીને પતિ વિરુદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમરેઠ પોલીસે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકાર નું રક્ષણ અધિનિયમ )2019 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે