2 લાખ પગારની સરકારી નોકરીની ઓફર, ગુજરાતમાં છો તો આ તક જવા ન દેતા

GUVNL Recruitment 2023 : GUVNL વડોદરામાં સંબિધિત જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની ભરતી કરવામા આવનાર છે. તો જો વડોદરા શિફ્ટ થવા તૈયાર હોય તે જ ઉમેદવારે ફોર્મ ભરવું
 

2 લાખ પગારની સરકારી નોકરીની ઓફર, ગુજરાતમાં છો તો આ તક જવા ન દેતા

Government Jobs : શું તમે પણ સરકારી નોકરી મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છો. તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં શાનદાર તક સામે આવી છે. GUVNL માં સલાહકારના પદ માટે યોગ્ય ઉમેદવારોની ભરતી કરવામા આવનાર છે. કંપનીએ આ સંબંધમાં એક સૂચના જાહેર કરી છે. જો તમે યોગ્યતા ધરાવો છો તો અને જવા ઈચ્છો છો તો તમે GUVNL દ્વારા જાહેર કરાયેલા સૂચના પર અમલ કરવાનુંર હેશે. આ પદ માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકો છો.

  • નોકરીની માહિતી
  • પદનુ નામ - સલાહકાર
  • પગાર - 200000 પ્રતિ મહિના
  • આવેદન કરવાની અંતિમ તારીખ - 02/05/2023 
  • અધિકારિક વેબસાઈટ - guvnl.com

GUVNL ભરતી 2023 માટે યોગ્યતા
ઉમેદવાર જે GUVNL ભરતી 2023 મા આરજી કરવામાં રસ ધરાવે છે, તેઓએ જીયુવીએનલની માહિતી પર એક નજર કરવા જેવી છે. GUVNL ભરતી 2023 માટે અરજી કરનારા ઉમેદવારોને B.Tech/B.E ની લાયકાત જરૂરી છે.

પગાર
પસંદગી પામનાર ઉમેદવારને 2 લાખ પ્રતિ મહિના પગાર મળશે. પગાર સંબંધિત વધુ માહિતી વેબસાઈટ પર ઉપબલ્ધ છે.

નોકરીનું સ્થળ઼
GUVNL વડોદરામાં સંબિધિત જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની ભરતી કરવામા આવનાર છે. તો જો વડોદરા શિફ્ટ થવા તૈયાર હોય તે જ ઉમેદવારે ફોર્મ ભરવું.

અરજી કેવી રીતે કરવી
ઉમેદવારોને સૂચના છે કે, જીયુવીએનએલ ભરતી 2023 માં અરજી કરતા પહેલા જૂરરી સૂચનોને વાંચી લેવા. યોગ્ય ઉમેદવાર 02/05/2023 પહેલા આવેદન કરી શકે છે. GUVNL ભરતી 2023 માટે આવેદન કરવાની પ્રોસેસ નીચે આપવામા આવી છે. 

  • જીયુવીએનએલની અધિકારિક વેબસાઈટ guvnl.com પર જાઓ.
  • guvnl ભરતી 2023 કેટેગરીમાં જાઓ
  • આ કેટેગરીમાં વિવરણ વાંચો અને આગળ વધો
  • અરજીનો પ્રકાર તપાસ કરો અને guvnl ભરતી 2023 માટે અરજી કરો

guvnl ની સાથે કામ કરવાની આ તક ગુમાવતા નહિ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news