કોંગ્રેસના નેતા ખોટો પ્રચાર કરતા પકડાયા, પશુપાલકને પૂછેલા સવાલથી પોતે જ ભોંઠા પડ્યા
Congress Leader Gulabsinh Rajput : કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂત લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે બનાસકાંઠામાં પ્રચાર કર્યો, પરંતું બનાસ ડેરીના નફા અંગેની વાતમા તેઓ ખોટો પ્રચાર કરતા પકડાયા, પશુપાલકે જ આપ્યો જવાબ
Trending Photos
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે છે. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર જાણે બનાસ ડેરીની ચૂંટણી હોય તેમ દરેક સભામાં પ્રચાર કરતાં નજરે પડે છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આજે તેના કામથી વૈશ્વિક નામના મેળવી છે. ગત વર્ષે બનાસ ડેરીએ પશુપાલકોને 1600 કરોડનો નફો જાહેર કર્યો હતો. જે નફા બાબતે ખોટો પ્રચાર કરતાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જાહેર સભામાં પકડાઈ ગયા. બનાસડેરી બાબતે ખોટો અને ભ્રામક પ્રચાર કરતાં ગુલાબસિંહ રાજપૂત પકડાઈ જતાં જાહેર સભામાં લોકો માટે હસીનું પાત્ર બન્યા. ઘટના છે બનાસકાંઠાની કે જ્યાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર કરતાં ગુલાબસિંહ બનાસ ડેરીએ નફો આપ્યો નથી તેવું જાહેરમાં જેને પૂછ્યું તે પશુપાલકે કહ્યું મને તો ડેરીએ નફો મળ્યો છે. જાહેર સભામાં ખોટો પ્રચાર કરતાં ગુલાબસિંહ પોતાની વાતને લઇ ભોંઠા પડતાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે.
ગુલાબસિંહનો ખોટો પ્રચાર
બન્યું એમ હતું કે, જાહેર સભામાં બનાસ ડેરીએ નફો જાહેર કર્યો પણ પશુપાલકોને આપ્યો નથી તેવો ખોટો પ્રચાર કરતાં જે પશુપાલકને નફા વિષે જાહેર સભામાં પૂછ્યું તેમને નફો મળ્યો છે. ત્યારે પશુપાલકે કહ્યું કે, હા નફો તો મળ્યો છે. પોતાના પ્રશ્નના જવાબમાં નફો મળ્યો છે તેવો હકારાત્મક જવાબ મળતાં ગુલાબસિંહ રાજપૂત જાહેર સભામાં ભોંઠા પડ્યા હતા.
આખા ગામને વધારો મળ્યો છે - પશુપાલક
જ્યારે ગુલાબસિંહને જે યુવાન ભાવ વધારો મળ્યો છે તેની સ્પષ્ટતા કરવાનું કહેતા યુવાને બનાસ ડેરીના ભાવ વધારા અંગે સ્પષ્ટતા કરી છે કે મને જ નહીં પરંતુ અમારા ગામના તમામ પશુપાલકોને ભાવ વધારો મળ્યો છે. માત્ર અમારા ગામમાં જ બે કરોડથી વધુનો ભાવ વધારો મળ્યો છે.
ટીકાના પાત્ર બન્યા કોંગ્રેસના નેતા
આમ, ભાવ વધારા મામલે યુવાને સ્પષ્ટતા કરતાં બનાસ ડેરીના કામનો ખોટો પ્રચાર કરતાં કોંગ્રેસના આગેવાન પકડાઈ ગયા હતા. આ વિડીયો વાયરલ થતાં ખેડૂતો અને પશુપાલકોમાં ગુલાબસિંહ રાજપૂત ટીકા પાત્ર બન્યા છે. જ્યારે આજ મુદ્દે ચેરમેન શંકરભાઈએ બહેનોને પૂછ્યું કે તમને ભાવ વધારો મળ્યો છે. પશુપાલક માતાઓ બહેનોએ હાથ ઊંચા કરી તાળીયોના ગડગડાટથી પ્રતિસાદ આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે