Cancer: 40 દિવસમાં સ્વસ્થ થઈ સિદ્ધુની પત્ની, 4 આયુર્વેદિક વસ્તુઓની મદદથી સ્ટેજ-4 કેન્સર સામે જંગ જીતી

Cancer: નવજોત સિંહ સિદ્ધુની પત્નીએ સ્ટેજ 4 કેન્સરને હરાવી અસંભવ જંગ જીતી છે. ડોક્ટરોએ પણ કહી દીધું હતું કે તેના બચવાના ચાન્સ 3 ટકા છે. પરંતુ તેની ઈચ્છાશક્તિ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કર્યા પછી 40 દિવસમાં તે સ્વસ્થ થયા છે.

Cancer: 40 દિવસમાં સ્વસ્થ થઈ સિદ્ધુની પત્ની, 4 આયુર્વેદિક વસ્તુઓની મદદથી સ્ટેજ-4 કેન્સર સામે જંગ જીતી

Cancer: પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્નીએ સ્ટેજ 4 કેન્સરને હરાવી ઈતિહાસ રચી દીધો છે. ડોક્ટરોએ પણ તેમના બચવાની આશા 3 ટકા જ હોવાનું કહી દીધું હતું. પરંતુ તેમણે પોતાની ઈચ્છાશક્તિ, યોગ્ય ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરી આ પડકારનો સામનો કર્યો અને કેન્સર સામે જંગ જીતી. આ બધું શક્ય કેવી રીતે બન્યું તે જણાવતો સિદ્ધુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતે જણાવે છે કે કેવી રીતે તેમના પત્ની કેન્સરમુક્ત થયા છે. 

સિદ્ધુ એ જણાવ્યું કે યોગ્ય ડાયટ અને લાઇફ સ્ટાઇલને ફોલો કરીને 40 દિવસમાં જ તેની પત્નીએ સ્ટેજ 4 કેન્સરથી છુટકારો મેળવી લીધો. સ્ટેજ 4 કેન્સરમાં બચવાની માત્ર ત્રણ ટકા જ સંભાવના હોવા છતાં તેણે પોતાને સ્વસ્થ કરી. નવજ્યોત સિંહ સિદ્ધુએ એ પણ જણાવ્યું કે તેની પત્નીએ કેન્સરની સારવાર દરમિયાન આયુર્વેદિક ડાયટ અપનાવી હતી. આ ડાયટનું પાલન કરીને કેન્સર જ નહીં પરંતુ સિદ્ધુ પોતે પણ ફેટી લીવરથી સ્વસ્થ થયા છે. તેણે 25 કિલો વજન પણ ઘટાડ્યું છે. તો ચાલો તમને જણાવીએ કઈ 4 વસ્તુ છે જેની મદદથી સિદ્ધુની પત્ની કેન્સરથી મુક્ત થઈ. 

ફાસ્ટિંગ 

સિદ્ધુ એ જણાવ્યું કે તેની પત્ની સાંજે 6:30 કલાકે ડિનર કરી લેતી હતી ત્યાર પછી સવારે 10 વાગ્યે લીંબુ પાણી પીતી. ફાસ્ટિંગની આ પ્રક્રિયાથી શરીરની અંદર વધતા કેન્સરના સેલ્સ જાતે જ મરવા લાગે છે. સીધું એ જણાવ્યું કે ફાસ્ટિંગ ડાયટનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.

સુગર અને કાર્બોહાઈડ્રેટ્સનો ત્યાગ 

સુગર અને કાર્બોહાઈડ્રેટ કેન્સર સેલ્સને વધવામાં મદદ કરે છે. સિદ્ધુએ કહ્યું કે તેની પત્નીની ડાયટમાંથી સુગર અને કાર્બોહાઈડ્રેટને સંપૂર્ણ રીતે દૂર કરી દેવામાં આવ્યા હતા. આ રીત લિવરના ઈલાજમાં પણ પ્રભાવિ છે. 

હર્બલ ચા 

કેન્સરની સારવાર દરમિયાન સિદ્ધુની પત્ની ખાસ હર્બલ ચા પીતી હતી. આ ચા બનાવવા માટે પાણીમાં તજ, કાળા મરી, લવિંગ, એલચી ઉમેરી તેને ઉકાળવામાં આવતું. ગળાશ માટે તેમાં થોડો ગોળ ઉમેરવામાં આવતો. આ ચા એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણથી ભરપૂર હોય છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. 

એન્ટી કેન્સર ડાયટ 

સિદ્ધુએ જણાવ્યું કે કેન્સરની સારવાર દરમિયાન તેની પત્નીની ડાયટમાં સફેદ પેઠાનું જ્યુસ, ડ્રાયફ્રુટ, બીટ, ગાજર અને આમળાના જ્યુસ નો સમાવેશ કરવામાં આવતો. રાત્રે જમવામાં રોટલી અને ચોખાને બદલે કિનોવા આપવામાં આવતું જે એન્ટી કેન્સર અને એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી ગુણથી ભરપૂર હોય છે. તેમણે નાળિયેરનો પણ ઉપયોગ કર્યો હતો. 

આ સાથે જ નવજ્યોતસિંહ સિદ્ધુએ એમ પણ જણાવ્યું કે આપણે સ્વાદના ચક્કરમાં શરીરને ખરાબ કરી લઈએ છીએ. સાથે જ તેમણે બધા લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવા અને યોગ્ય ડાયટ અપનાવવાની સલાહ આપી હતી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news