અમુલ બાદ હવે બરોડા ડેરી અને રાજકોટ ડેરી એસોસિએશને કર્યો દૂધના ભાવમાં વધારો, ગુરૂવારથી નવા ભાવ લાગુ
થોડા દિવસો પહેલા સુમુલ ડેરીએ (Sumul Dairy) એક લિટરે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે આજે અમુલ ડેરીએ (Amul Dairy) પણ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે
Trending Photos
ઝી મીડિયા બ્યૂરો: થોડા દિવસો પહેલા સુમુલ ડેરીએ (Sumul Dairy) એક લિટરે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે આજે અમુલ ડેરીએ (Amul Dairy) પણ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, અમુલ ડેરી બાદ બરોડા ડેરી (Baroda Dairy) અને રાજકોટ ડેરી એસોસિએશને (Rajkot Dairy Association) પણ તેમના દૂધના ભાવમાં વધારો (Milk Price Hike) કર્યો છે.
અમુલ ડેરી (Amul Dairy) દ્વારા એક લિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે બરોડા ડેરીએ (Baroda Dairy) પણ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષથી દૂધના ભાવમાં કોઈ વધારો કરાયો ન હતો. ત્યારે હાલની સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો (Petrol-Diesel Price Hike) થતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવા સહિતના કારણે દૂધના ભાવમાં વધારો (Milk Price Hike) કરવામાં આવ્યો છે. જો કે, દૂધ સિવાય અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
તો બીજી તરફ અમુલના (Amul Dairy) ભાવમાં વધારા બાદ રાજકોટ ડેરી એસોસિએશને પણ ભાવમાં વધારો કર્યો છે. રાજકોટ ડેરી એસોસિએશન (Rajkot Dairy Association) દ્વારા લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સ્થાનિક ડેરીઓમાં છૂટક દૂધ વેચતા ડેરીના સંચાલકોએ આ ભાવ વધારો કર્યો છે. ત્યારે રાજકોટમાં આ ભાવ વધારાનો ગુરૂવારથી અમલ કરવામાં આવશે. 50 થી 60 રૂપિયા લીટર દૂધમાં ક્વોલિટી મુજબ લીટરે 2 રૂપિયાનો વધારો (Milk Price Hike) કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમુલે ડેરી (Amul Dairy) એ પ્રતિ લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારો આવતીકાલથી એટલે કે ગુરૂવારથી લાગૂ થશે. જેથી હવે ગુરૂવારથી જ્યારે તમે દૂધની થેલી લેવા જાવ અને દુકાનદાર એક રૂપિયો વધુ માંગે તો એમાં નવાઇ નહી. ગુરૂવારથી 500 મીલીની દૂધની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. આ ભાવ વધારો તમામ બ્રાંડના દૂધમાં થયો હતો.
આ પણ વાંચો:- રાજકોટ: મહિલાને એવું તો શું કહ્યું કે પતિએ ગુસ્સામાં આવી વૃદ્ધાને થાંભલે બાંધી મોતને ઘાટ ઉતાર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે અમુલ ગોલ્ડ (Amul Gold) 500 મીલી પહેલા 28 રૂપિયે હવે 29 રૂપિયે મળશે. આ પ્રમાણે તેજ રીતે અમુલ તાજા, શક્તિ, ટી સ્પેશિય સહિતની તમામ બ્રાંડના દૂધ તમામાં લિટરે બે રૂપિયાનો વાધારો કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે