ગુજરાતના આ પ્રસંગની ચારેતરફથી થઈ પ્રશંસા, મુસ્લિમ મામાએ કર્યું હિન્દુ ભાણીબાનું મામેરું
બાયડના રડોદરા ગામે યોજાયેલા એક લગ્ન સમારોહમાં કોમી એકતા (Hindu Muslim Ekta) નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગોસ્વામી પરિવારના ઘરે લગ્ન પ્રસંગમાં બાયડના મુસ્લિમ પરિવાર દ્વારા હિન્દુ દીકરીનું મામેરું કરવામાં આવ્યું હતું. આ વેળા હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખુ ઉદારણ બની રહી હતી.
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી :બાયડના રડોદરા ગામે યોજાયેલા એક લગ્ન સમારોહમાં કોમી એકતા (Hindu Muslim Ekta) નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગોસ્વામી પરિવારના ઘરે લગ્ન પ્રસંગમાં બાયડના મુસ્લિમ પરિવાર દ્વારા હિન્દુ દીકરીનું મામેરું કરવામાં આવ્યું હતું. આ વેળા હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખુ ઉદારણ બની રહી હતી.
લાંબા સમયથી ચૂપચાપ બેસેલા નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં કંઈ મોટું કરવાની ફિરાકમાં
બાયડ ગામના ડી. એન. મલેક અને રડોદરા ગામના સંદીપગિરી ગોસ્વામીના પરિવારો વચ્ચે વર્ષોથી અતૂટ નાતો છે. ત્યારે સંદીપગીરી ગોસ્વામીના ઘરે તેમની દીકરી સુહાનીના લગ્ન લેવાયા હતા. આ પ્રસંગમાં મલેક પરિવાર એક પિતાની જેમ સામેલ થયો હતો. મલેક પરિવારના સગા સંબંધીઓ પણ જાણે પોતાની દીકરીના લગ્ન હોય તેવી રીતે સુહાનીના લગ્નમાં સામેલ થયા હતા. મલેક પરિવાર દ્વારા સુહાનીના લગ્ન પ્રસંગમાં મામેરું કરવામાં આવ્યું હતું. વર્ષોથી આ પરિવારનો નેમ રહ્યો છે કે, રક્ષાબંધનના દિવસે આ ધર્મની બહેન અને સંદીપગિરીના પત્ની રમીલા ગોસ્વામી દ્વારા મુસ્લિમ પરિવારના ડી. એન. મલેક અચૂક ભૂલ્યા વગર રાખડી બાંધવામાં આવે છે, ત્યારે આ મુસ્લિમ ભાઈ ડી, એન. મલેક પણ પોતાની ફરજ બખૂબી નિભાવીને ધર્મની ભત્રીજીનું મામેરું કરતા ચોતરફથી આ બંને પરિવારની પ્રશંસા થઇ રહી છે.
હિન્દુ રીતરિવાજ પ્રમાણે કરવામાં આવતા મામેરા પ્રમાણે જ આ મુસ્લિમ પરિવારે કપડાં, દાગીના, રોકડ રકમ આ દીકરીને મામેરામાં આપી હતી. ત્યારે બાયડના મુસ્લિમ પરિવાર દ્વારા કરવામાં આવેલા આ મામેરાથી આસપાસ વિસ્તારના લોકો પણ મલેક અને ગોસ્વામી પરિવારના અતૂટ સબંધને આવકારી રહ્યા છે. તેમજ આ બંન્ને પરિવારોએ સમાજમાં અન્ય લોકો માટે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ધર્મના નામે હાલ હિન્દુ મુસ્લિમના નામની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે, ત્યારે બાયડના રડોદરા ખાતે હિન્દુ પરિવારમાં યોજાયેલ લગ્ન પ્રસંગે મહત્વની વિધિ ગણાતા મામેરું મુસ્લિમ પરિવારે મોકલતા ધર્મના નામે લડતા લોકો માટે અનોખી મિશાલ સમાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે