કોરોનાની સારવાર માટે સરકારી સુવિધાઓને ભાંડતા પહેલાં જાણી લો સુરતનો ચોંકાવનારો કિસ્સો
હોસ્પિટલની આવી ઉઘાડી લૂંટ સામે અબ્દુલે પીએમઓ અને સીએમઓમાં ટ્વીટ વડે ફરિયાદ કરી છે. જો કે હોસ્પિટલે તેમના પરના આક્ષેપો ફગાવ્યા છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત : સુરતમાં કોરોનાની ટ્રિટમેન્ટ કરવા માટે એક પ્રાઇવેટ હોસ્પિટલે કોરોનાના દર્દીને 5,88, 229 રૂ.નું અધધધ બિલ આપ્યું હોવાનું ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાંદેરના અબ્દુલ વાહીદ કુરેશીના આ બિલ મામલે PMO અને CMOમાં ટ્વિટ પણ થઈ છે.
આ ઘટનાની વિગતો જોઈએ તો સુરતની સેવન્થ ડે મેથાસ હોસ્પિટલે કોરોનાની સારવાર લઇ રહેલા એક દર્દીને 5.88 લાખનું અધધધ બિલ ફટકાર્યું છે. રાંદેરના દર્દી અબ્દુલ વાહીદ કુરેશી કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. અબ્દુલે કોરોનાને તો મ્હાત આપી પરંતુ જ્યારે ડિસ્ચાર્જ થતી વખતે હોસ્પિટલે તેમને બિલ પકડાવ્યું તો તે સ્તબ્ધ થઇ ગયા કારણ કે હોસ્પિટલે અબ્દુલને 5.88 લાખનું તોતિંગ રકમનું બિલ ફટકાર્યું. આ બિલમાં 2.84 લાખ દવાના અને ડોક્ટરની કન્સલ્ટેશન ફી 1 લાખ રૂપિયા હતી.
હોસ્પિટલની આવી ઉઘાડી લૂંટ સામે અબ્દુલે પીએમઓ અને સીએમઓમાં ટ્વીટ વડે ફરિયાદ કરી છે. જો કે હોસ્પિટલે તેમના પરના આક્ષેપો ફગાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે