ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ : ભાજપને હરાવવા એક થયા કોંગ્રેસ અને આપ
Breaking News : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરશે ગઠબંધન...ઈન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ-AAP લડશે ચૂંટણી
Trending Photos
Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી મામલે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઈ છે. સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એક થયા કોંગ્રેસ અને આપ ગુજરાત. ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામા આવી છે. કોંગ્રેસ અને AAP વચ્ચે થશે બેઠકોની વહેંચણી થશે. ઈસુદાન ગઢવીએ કહ્યું, અમે ગઠબંધનમાં ચૂંટણી લડીશું. લોકસભા ચૂંટણીમાં AAP અને કોંગ્રેસ ગઠબંધન કરશે. ગુજરાતમાં AAP અને કોંગ્રેસ ગઠબંધન કરશે.
ચૂંટણીમાં 26 માંથી 26 ભાજપ નહિ લઈ જાય
દેશમાં ચારેતરફ અફરાતફરી બની રહી છે. ગેસના બોટલના 400 રૂપિયાથી સીધા 1150 થઈ ગયા, દેશમાં હિંસાનો માહોલ છે. તેથી અમારા માટે પાર્ટી કરતા દેશ મોટો છે. ભાજપ કયો અધ્યાદેશ ક્યારે લાવે તે કોને ખબર. જો ભાજપ 2024 માં જીત્યુ તો કદાચ એમ પણ બને કે પછી ચૂંટણી જ ન થાય. લોકસભા ચૂંટણીમાં 26 માંથી 26 ભાજપ નહિ લઈ જાય. ભાજપથી લોકો ત્રાહિમામ પહોંચી ગયા છે. દેશ બચશે, દેશની સંપત્તિ બચશે, મોંઘવારી કન્ટ્રોલમાં આવશે. 2024 માં ગુજરાતની જનતાએ ભાજપને અરીસો બતાવવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે