સુરતમાં 'દલાલ'ની જીતની પડદા પાછળની કહાની, એક ફાઈવસ્ટાર હોટલમાં લખાઈ હતી સ્ક્રિપ્ટ
Gujarat surat : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના પ્રસ્તાવકોના નામ અને સહીઓમાં ગડબડી હોવાને કારણે તેનું ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બાકી 8 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પરત લઈ લીધી હતી. આ ઘટના બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે.
Trending Photos
Gujarat surat : ભારતમાં 19 એપ્રિલથી 7 તબક્કામાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીનું પરિણામ ભલે 4 જૂને આવવાનું છે, પરંતુ આ વખતે પરિણામ આવતા પહેલા ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલી ગયું છે. હકીકતમાં દેશમાં અત્યાર સુધી યોજાયેલી 18 લોકસભા ચૂંટણીમાં આવું પ્રથમવાર થયું છે જ્યારે કોઈ પાર્ટીના સાંસદ બિનહરીફ જીત્યા છે. ભાજપના સાંસદ તો ઇતિહાસમાં પ્રથમવાર જીત્યા છે.
હકીકતમાં ગુજરાતની સુરત લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ સહિત 10 ઉમેદવાર મેદાનમાં હતા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના પ્રસ્તાવકોના નામ અને હસ્તાક્ષરમાં ગડબડી થવાને કારણે તેમનું ફોર્મ રદ્દ થઈ ગયું. ત્યારબાદ બાકી 8 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધુ હતું.
તેવામાં હવે આ સીટ પર ભાજપ વિરુદ્ધ મેદાનમાં ઉતરવા માટે કોઈ ઉમેદવાર બાકી નહોતો અને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. ત્યાં સુધી કે આ સીટ પર ચૂંટણી પંચે જીતનું સર્ટિફિકેટ પણ આપી દીધું છે.
કોંગ્રેસે જણાવી મેચ ફિક્સિંગ
એક તરફ આ સંપૂર્ણ ઘટનાક્રમ અને ભાજપને મતદાન પહેલા મળેલી જીતને કોંગ્રેસે મેચ ફિક્સિંગ ગણાવી છે. તો બીજીતરફ ભાજપના બિનહરીફ જીતેલા મુકેશ દલાલે કહ્યું- હું પીએમ મોદી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનો આભારી છું. મેં આ જીત લોકતાંત્રિક રીતે મેળવી છે. હું મારા મતદાતાઓ અને કાર્યકર્તાઓનો આભારી છું અને વિરોધીઓને લઈને એટલું જ કહીશ કે વસ્તુ તમારી આશા પ્રમાણે થાય તો તેને સારૂ લાગે છે. આશાથી વિપરીત થવા પર તેને લોકતંત્રની હત્યા નજર આવે છે.
પરંતુ આ પ્રથમવાર નથી જ્યારે કોઈ પાર્ટીએ ભાજપ પર મેચ ફિક્સિંગ જેવો આરોપ લગાવ્યો હોય. આ પહેલા પણ ઘણી વિપક્ષી પાર્ટીઓએ ભારતીય જનતા પાર્ટી પર વિવિધ રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા માટે ખરીદ-વેચાણ જેવી ગતિવિધિમાં સામેલ થવાનો આરોપ લગાવી ચુકી છે.
તેવામાં સવાલ ઉઠે છે કે શું ખરેખર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ્દ થવું પાર્ટી માટે દુર્ભાગ્ય હતું કે આ કહાનીની સ્ક્રિપ્ટ પહેલાથી લખી લેવામાં આવી હતી.
નિલેશ કુંભાણીની પેંતરા
દૈનિક ભાસ્કર હિન્દીએ પોતાના એક રિપોર્ટમાં તે ફાઇવ સ્ટાર હોટલના રૂમની કહાની જણાવી જેમાં 'ઓપરેશન બિનહરીફ'ની સંપૂર્ણ સ્ક્રિપ્ટ લખવામાં આવી છે. ભાસ્કરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ ઉમેદવારની મદદથી પોતાના ઉમેદવારની બિનહરીફ જીત નક્કી કરી.
હકીકતમાં આ સીટ પર પોતાની જીત નક્કી કરવા માટે ભાજપે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે સાંઠગાંઠ કરી હતી. નિલેશે પણ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કર્યું અને ઉમેદવારી પત્રના પ્રસ્તાવકોમાં કોંગ્રેસ કાર્યકર્તા-કેડર સભ્યની જગ્યાએ પોતાના બનેવી જગદીયા સાવલિયા અને પોતાના બિઝનેસ પાર્ટનર ધ્રુવિન ધામેલીયા અને રમેશ પોલરાના નામ સામેલ કર્યાં હતા.
એટલું જ નહીં નિલેશના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાએ પ્રસ્તાવક પણ પોતાના ભાણેજ ભૌતિક કોલડીયાને બનાવી દીધો. ઉમેદવારી ફોર્મ દાખલ કરતા કુંભાણી કોઈપણ પ્રસ્તાવકને ચૂંટણી અધિકારી સામે ન લઈ ગયા.
5 સ્ટાર હોટલમાં લખવામાં આવી સ્ક્રિપ્ટ
ત્યારબાદ આ ચારે પ્રસ્તાવકોએ પોતાના હસ્તાક્ષર નકલી હોવાનું શપથ પત્ર આપી દીધું અને ખુબ ગાયબ થઈ ગયા. આ બધા પ્રસ્તાવકોને કારણ દર્શાવો નોટિસ જારી કરવામાં આવી પરંતુ કોઈપણ સામે ન આવવા પર કોંગ્રેસ ઉમેદવાર કુંભાણી અને વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
ભાસ્કરના આ રિપોર્ટ પ્રમાણે આ સમગ્ર ઘટનાક્રમ પર ફાઇવ સ્ટાર હોટલના એક રૂમથી નજર રાખવામાં આવી રહી હતી, જેમાં ભાજપના નેતા સામેલ હતા.
કોંગ્રેસનું ઉમેદવારી પત્ર રદ્દ થયા બાદ બહુજન સમાજવાદી પાર્ટીના પ્યારેલાલ ભારતી અને નાના પક્ષોના ઉમેદવાર સહિત ચાર ઉમેદવાર વડોદરાના ફાર્મ હાઉસમાં પહોંચ્યા. ત્યારબાદ પ્યારેલાલને શોધવામાં આવ્યો હતો.
હવે સોમવારે જ્યારે પ્યારેલાલ ભારતી સુરત પહોંચ્યા તો તે ફાઇવ સ્ટાર હોટલમાં ગયા જ્યાં તેની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. બીએસપી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી અને લોગ પાર્ટી સહિત બધા 4 પાર્ટીઓના ઉમેદવારોએ સોમવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભાજપની જીતનો માર્ગ મોકળો કરી દીધો હતો.
તેના એક દિવસ પહેલા 21 એપ્રિલે ભાજપે ચાર અપક્ષ ઉમેદવારોને રાજી કરી લીધા હતા. ભાસ્કરના રિપોર્ટ અનુસાર તેને ફોન કરી હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડવાનો નિર્ણય કર્યો હતો.
કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
22 એપ્રિલે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ આ ઘટનાની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે. તેમણે કહ્યું કે, જો આવું પ્રથમવાર થાય તો તેને તુક્કો કહે છે. બીજીવાર થાય તો સંયોગ અને ત્રીજીવાર થાય તો દુશ્મની એક્શન કહેવામાં આવે છે. પરંતુ સુરતમાં આ વારંવાર થયું. અમારી પાર્ટીના ઉમેદવારના ચારેય પ્રસ્તાવકોએ એક સાથે કહી દીધું કે આ ફોર્મમાં અમારી સહી નથી અને આ ચૂંટણીના એક દિવસ પહેલા કહેવામાં આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે