BOTAD: CM રૂપાણીએ સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા, સમગ્ર ગુજરાતની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી
Trending Photos
રઘુવીર મકવાણા/ બોટાદ : રાજયના મુખ્યમંત્રી વિજયરૂપાણી બોટાદના સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. અહીં તેમણે દાદાના દર્શન કર્યા હતા તેમજ મારૂતિ યજ્ઞમાં ભાગ લીધો હતો. સમગ્ર રાજયમાં સારો વરસાદ થાય અને ગુજરાત કોરોના મુકત બને તેવી દાદાને પાર્થના કરી હતી.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. ત્યાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાળંગપુર આવ્યા હતા. હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ મારૂતિ યજ્ઞમાં વિજય રૂપાણીએ હાજરી આપી હતી. યજ્ઞની પુર્ણાહુતીમાં બેસી આરતી ઉતારી હતી. જયારે હનુમાનજી મંદિરના કોઠારી સહિતના સંતો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સનમાન કર્યુ હતું.
મુખ્યમંત્રીના સાળંગપુર હનુમાનજી મંદિરે પ્રવાસ દરમિયાન ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જયારે ૫ વર્ષના બાળક આર્યન ભગત જેણે સાળંગપુર હનુમાનજી મંદિરના ઈતિહાસ વિષે મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતો.
આવતીકાલથી અષાઢ માસની શરૂઆત થાય છે, ત્યારે આજના પવિત્ર દિવસે કષ્ટભંજન દાદાના દર્શન તેમજ મારૂતિ યજ્ઞની પુર્ણાહુતીમા આહુતિ આપી પાર્થના કરી કે, સમગ્ર ગુજરાત કોરોના મુકત બને તેમજ સમગ્ર રાજયમાં સારો વરસાદ થાય. જેથી ખેડુતો સમૃદ્ધ બને તેમજ રાજયના તમામ લોકો સુખી સમરુધી બને તેમાટે દાદા પાસે પાર્થના કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે