સરકારી નોકરીના રાહ જોતા યુવાનો માટે ગુડ ન્યૂઝ! તૈયાર રહેજો, જલ્દી આ વિભાગમાં કરવામાં આવશે ભરતી
Breaking News: સરકારી નોકરીની રાહ જોઈને તૈયારી કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ છે. ગુજરાત સરકારના આ વિભાગમાં કરવામાં આવશે મોટા પાયે ભરતી. જીહાં, અત્યારથી તૈયારી કરીને રાખજો, ગમે ત્યારે લાગી શકે છે તમારો નંબર....ગમે ત્યારે તમને મળી શકે છે સરકારી નોકરી કરવાનો સોનેરી મોકો...
Trending Photos
રાજ્યમાં વન રક્ષકોની ભરતી પર મોટા સમાચાર
વન રક્ષકોની શારીરિક ભરતી મુદ્દે વનમંત્રીનું નિવેદન
ગુજરાતના વન મંત્રી મુળુભાઈ બેરાએ આપી માહિતી
ક્યારે લેવામાં આવશે વન રક્ષકની ફિઝિકલ પરીક્ષા?
આજના દિવસને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે મનાવાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શહીદ સ્મારક ખાતે વન શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. દર વર્ષે વન શહીદ દિવસ પર વન શહિદ સ્મારક ખાતે ભાવનજલી અર્પણ કરાય છે. આ પ્રસંગે રાજ્યના વન મંત્રી મુળુ બેરા તથા મુકેશ પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વનમંત્રી દ્વારા વનરક્ષકની ભરતીને લઈને કરવામાં આવી હતી મોટી જાહેરાત.
સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર...ગુજરાતના સંખ્યાબંધ ઉમેદવારોના ભાવિ સાથે જોડાયેલાં છે આ સમાચાર...શોર્ટ ટાઈમમાં સરકાર દ્વારા કરવામાં આવશે મોટા પાયે ભરતી. વનમંત્રીએ પોતે કરી મહત્ત્વની જાહેરાત. વનમંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતુંકે, ચોમાસું પુરું થયા બાદ લેવાશે વન રક્ષકની શારીરિક પરીક્ષા. આગામી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં લેવાશે શારીરિક કસોટી.
વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે 25 ટકા ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કરાયો છે. અત્રે જણાવીએ કે, 8 ટકાને બદલે 25 ટકા ઉમેદવારોને બોલાવવા સરકારે સૂચના આપી છે. સાથો સાથ સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ હકારાત્મકતા દર્શાવી છે. વન રક્ષક ભરતી માટે ઉમેદવારોની માંગ અંગે મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચા કરવામાં આવી છે. અગાઉ 8 ગણા ઉમેદવારો બોલાવવાનો પરિપત્ર કર્યો હતો
અગાઉ પરિણામ જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો-
અગાઉ ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો પણ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ પરિપત્ર કરીને ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે