ગૌતમ અદાણીને ઝટકો! $1.85 બિલિયનનો એરપોર્ટ સોદો પડ્યો ઘોંચમાં, જાણો શું છે આ વિવાદ
JKIA Airport As Workers Union Protest Gautam Adani: ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો છે. કેન્યામાં વિરોધને પગલે એક એરપોર્ટના સોદો હવે કોર્ટમાં અટકી પડ્યો છે. અદાણીના કરારને કેન્યાના વિવિધ જૂથોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કેન્યા હ્યુમન રાઇટ્સ કમિશન અને કેન્યા લો સોસાયટી દ્વારા વિરોધ કરાયો હતો.
Trending Photos
Gautam Adani: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અને કેન્યાની સરકાર વચ્ચે $1.85 બિલિયનનો કરાર થયો હતો. હવે આ કરારમાં કાનૂની સમસ્યાઓ ઉભી થઈ છે. અદાણી કંપનીને આગામી 30 વર્ષ માટે નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ (JKIA)નું સંચાલન કરવાની મંજૂરી મળવાની હતી.
જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) પર મંગળવારે (10 સપ્ટેમ્બર) રાત્રે કેન્યા એવિએશન ઓથોરિટી (KAA) ના કર્મચારીઓ ભારતીય સમૂહ અદાણી જૂથ દ્વારા એરપોર્ટને ટેકઓવર કરવાના વિરોધમાં હડતાળ પર ઉતરી જતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. એમને વોક-આઉટ મધ્યરાત્રિએ શરૂ કરતાં દેશના મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટ્સ ઉડાન નહોતી ભરી શકી. ટર્મિનલની બહાર રાહ જોઈ રહેલા મુસાફરોની લાઇનો અને આ વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી કારની લાઇનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
This is mockery to our sovereignty. Kenya Airports Authority has been performing these duties through a concession order. ADANI is coming in with empty hands. WE REJECT ADANI pic.twitter.com/sKCLuucdPr
— Kenya Aviation Workers Union (@Kawu_KE) September 9, 2024
એક મુસાફરે જણાવ્યું હતું કે, "જેકેઆઇએના કર્મચારીઓના ધીમા કામને કારણે લાંબી કતારો લાગી છે કારણ કે તેઓ અદાણીના અધિગ્રહણ ડીલને લઈને અડધી રાત્રે હડતાળ પર જવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ ભારતીય કંપની સામે વિરોધ કરી રહ્યા છે. કેન્યા એવિએશન વર્કર્સ યુનિયને જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર 1.85 અબજ ડોલરના રોકાણના બદલામાં એરપોર્ટને 30 વર્ષ માટે અદાણી ગ્રુપને લીઝ પર આપવાની યોજનાને રદ ન કરે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.
ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ કેન્યાની હાઈકોર્ટે વધુ કાનૂની ચર્ચાઓ બાકી હોવાથી આ સોદાને સ્થગિત કરી દીધો છે. આ કરારને કેન્યાના વિવિધ જૂથોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને કેન્યા હ્યુમન રાઈટ્સ કમિશન અને કેન્યા લો સોસાયટી દ્વારા આ કરારને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હોવાનો બ્લૂમબર્ગેનો અહેવાલ છે. વાદીઓએ દલીલ કરી હતી કે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિ ગણાતા એરપોર્ટને ખાનગી કંપનીને ભાડે આપવાથી સુશાસન, પારદર્શિતા અને જાહેર સંસાધનોના જવાબદાર ઉપયોગ જેવા મુખ્ય બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય છે. તેમનું માનવું છે કે JKIAને લીઝ પર આપવાનો નિર્ણય દેશના હિતમાં નથી.
સોદા અંગે ચિંતા
લો સોસાયટી ઓફ કેન્યાના પ્રમુખ ફેથ ઓધિઆમ્બોએ આ સોદાથી દેશ પર પડનારા નાણાકીય બોજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એમને એ બાબત પર પ્રકાશ ફેંક્યો હતો આ સોદાથી નોકરીઓ ખતમ થઈ જશે. વિપક્ષનો એવો પણ દાવો છે કે કેન્યા પાસે લાંબા ગાળાની લીઝ વિના પણ એરપોર્ટના વિસ્તરણ માટે ભંડોળ પૂરું પાડવાની ક્ષમતા છે.
Situation at the Jomo Kenyatta International airport JKIA as Kenya Airport Authority KAA staff are on strike. pic.twitter.com/rKadwZrDPT
— Ali 'Mwamvita' Manzu (@Ali_Manzu) September 11, 2024
બીજી તરફ કેન્યાની સરકાર આ નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે JKIA ને સુધારવાની તાત્કાલિક જરૂરિયાત તરફ નિર્દેશ કર્યો છે, જે હાલમાં તેની ક્ષમતાની બહાર કાર્યરત છે.કેન્યા એરપોર્ટ ઓથોરિટીના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર હેનરી ઓગોયે જણાવ્યું હતું કે સોદો જાહેર-ખાનગી ભાગીદારીના નિયમો સાથે સુસંગત છે તેની ખાતરી કરવા માટે તેની કડક સમીક્ષા કરવામાં આવશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે જેકેઆઈએને અપગ્રેડ કરવા માટે જરૂરી રોકાણ નોંધપાત્ર છે અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી વિના આ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવી સરકાર માટે પડકારરૂપ બનશે.
અદાણીની વિસ્તરણ યોજનાઓ
એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી તેમના એરપોર્ટ બિઝનેસને ઝડપથી વિસ્તારી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ પહેલેથી જ ભારતમાં આઠ એરપોર્ટનું સંચાલન કરે છે, જે દેશના 23% હવાઈ ટ્રાફિકનું સંચાલન કરે છે. JKIA એ ભારતની બહાર અદાણીનું પ્રથમ એરપોર્ટ સાહસ હશે, જે કંપનીની આંતરરાષ્ટ્રીય વિસ્તરણ વ્યૂહરચનાનું એક મહત્વપૂર્ણ પગલું છે.
કેન્યામાં પ્રોજેક્ટના ભાગરૂપે, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ 2029 સુધીમાં નવા ટર્મિનલ અને ટેક્સીવે બનાવવા માટે $750 મિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. 2035 સુધીમાં કંપની વધુ અપગ્રેડ કરવા માટે વધારાના $92 મિલિયનનું રોકાણ કરવાનું લક્ષ્ય રાખે છે. લાંબા ગાળાની યોજના નાણાકીય વર્ષ 2028 સુધીમાં એરપોર્ટ બિઝનેસને સ્ટોક એક્સચેન્જો પર સૂચિબદ્ધ કરવાનું આયોજન છે. આ અવરોધો હોવા છતાં, કેન્યા સરકાર માને છે કે દેશના આર્થિક વિકાસ માટે JKIA ને અપગ્રેડ કરવું જરૂરી છે, કારણ કે તે આફ્રિકાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. સરકાર સામેના નાણાકીય પડકારોને ધ્યાનમાં રાખીને અદાણી સાથેની આ ડીલને આ દિશામાં એક પગલું માનવામાં આવી રહ્યું છે.
As advised the flight will takeoff 0000hrs, 11.9.2024 pic.twitter.com/rm7VeqnoAY
— Kenya Aviation Workers Union (@Kawu_KE) September 10, 2024
આફ્રિકામાં ભારત અને ચીનનો પ્રભાવ
કાનૂની લડાઈ ભારત અને ચીન વચ્ચે આફ્રિકામાં પ્રભાવની રેસના વ્યાપક સંદર્ભમાં આવે છે. ચીને પહેલાંથી જ સમગ્ર ખંડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે, પ્રમુખ શી જિનપિંગે તાજેતરમાં આગામી ત્રણ વર્ષમાં આફ્રિકન વિકાસ પ્રોજેક્ટ્સ માટે લગભગ $51 બિલિયનનું ધિરાણ આપવાનું વચન આપ્યું છે.
જેના જવાબમાં અદાણી ગ્રુપ સહિતની ભારતીય કંપનીઓ આફ્રિકામાં તેમની પ્રવૃત્તિઓ વધારી રહી છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવાની તેની વ્યૂહરચનાનાં ભાગરૂપે તાન્ઝાનિયા અને શ્રીલંકા સહિત અનેક દેશોમાં પોર્ટ ઓપરેશનમાં પહેલેથી જ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે