Increase Height: બાળકોને રોજ ખવડાવો આ સુપરફૂડ્સ, ઉંમર અનુસાર વધતી રહેશે લંબાઈ
Foods To Increase Height: બાળકોની ઉંમર વધે તેની સાથે તેની હાઈટ-બોડી પણ વધે તે જરૂરી હોય છે. હાઈટ ઉંમરની સાથે વધતી રહે તે માટે નાનપણથી જ બાળકોને પોષણયુક્ત વસ્તુઓ ખવડાવવી જરૂરી છે. આજે તમને જણાવીએ એવા સુપરફુડ વિશે જે બાળકોની લંબાઈ વધે તે માટે ખવડાવવા જરૂરી હોય છે.
Trending Photos
Foods To Increase Height: જો બાળકની ઉંમર વધતી હોય પરંતુ તેની હાઈટ, બોડી ઉંમર અનુસાર ન વધે તો માતા-પિતાને ચિંતા થાય છે. આમ તો લંબાઇ મોટા ભાગે જીનેટીક્સ પર આધાર રાખે છે. એટલે કે જો માતા પિતાની હાઈટ બોડી સારી હોય તો બાળકો પણ સારી હાઈટ બોડી સારી થાય છે. જોકે વ્યક્તિના જીન્સ ઉપરાંત લંબાઈ વધે તેનો આધાર અન્ય કેટલીક વસ્તુઓ પર પણ હોય છે. જેમાં લાઈફસ્ટાઈલ, મેડિકલ કન્ડિશન, ફીઝીકલ એક્ટિવિટી અને આહારનો સમાવેશ થાય છે.
જો બાળકને નાનપણથી જ પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર આપવામાં આવે તો તેની પર્સનાલિટી સારી થાય છે. જો બાળકોની હાઈટ વધે તેવી ઈચ્છા હોય તો તેમની ફિઝિકલ એક્ટિવિટી પર પણ ધ્યાન આપવું અને તેને પોષણયુક્ત આહાર નાનપણથી જ ખવડાવવો.
લંબાઈ વધારતા સુપર ફૂડ
પ્રોટીન રીચ ફૂડ
ઈંડા, ફિશ જેવી વસ્તુઓ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ સિવાય વેજીટેરિયલ લોકો સોયાબીન, પનીર, દાળ, દહીં અને દૂધ સહિતની અન્ય ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકે છે. આ વસ્તુઓમાં એવા પ્રોટીનની માત્રા વધારે હોય છે જે બાળકોમાં એવા હોર્મોનને જાળવી રાખે છે જે તેમનો ગ્રોથ સારો કરે છે.
પાનવાળા શાકભાજી
બ્રોકલી, કોબી, પાલક, કેલ જેવા લીલા શાકભાજી અને કેલ્શિયમથી ભરપૂર હોય છે જે હાડકાના ગ્રોથમાં મદદ કરે છે. આવા શાકભાજીમાં એક મહત્વપૂર્ણ ઘટક હોય છે. જે હાડકાનું ઘનત્વ અને લંબાઈ વધારવામાં મદદ કરે છે.
બીન્સ
બિન્સ પ્રોટીનનો સૌથી સારો છે. તે હાડકાના ગ્રોથ માટે જરૂરી છે. આ એક ગ્રોથ હોર્મોન છે જે બાળકોના વિકાસને નિયંત્રિત કરે છે. બીન્સ હાડકાને મજબૂત બનાવે છે અને સાથે જ શરીરને વિટામિન કે, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા ખનીજ પણ પુરા પાડે છે.
ડેરી પ્રોડક્ટ
ડેરી પ્રોડક્ટ જેમકે દૂધ, દહીં, પનીર, છાશ, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન બીનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી છે. બાળકોને નાની ઉંમરમાં રોજ દૂધ આપવું જોઈએ. દૂધ પીવાથી શરીરને કેલ્શિયમ અને બાકી જરૂરી તત્વો મળે છે જે હાડકાની લંબાઈ વધારવામાં પણ મદદ કરી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે