ગુજરાતના પાડોશમાં ગુલિયન બેરે સિન્ડ્રોમનો હાહાકાર, 16 દર્દી વેન્ટિલેટર પર, પહેલું મોત નોંધાયું
ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હાલ ગુલિયન બેરે સિન્ડ્રોમ હાહાકાર મચાવી રહ્યો છે. પુણેમાં આ રોગથી પહેલું મૃત્યુ પણ નોંધાયુ છે. જ્યારે 16 લોકો વેન્ટિલેટર પર છે. જાણો વિગતો....
Trending Photos
મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે રવિવારે જણાવ્યું કે ગુલિયન બેરે સિન્ડ્રોમ (GBS)ના કારણે પુણેમાં પહેલું મોત નોંધાયું છે. 28 અન્ય લોકોને સંક્રમણ થયું છે અને ત્યારબાદ અત્યાર સુધીમાં 101 લોકો આ બીમારીથી પીડિત છે. સ્ટેફી થેવરના રિપોર્ટના દૈનિક બુલેટિનમાં કહેવાયું છે કે સંદિગ્ધ GBS મોત સોલાપુરમાં થયું છે. પરંતુ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. આ દુર્લભ બીમારીથી પીડત 16 દર્દીઓ હાલ વેન્ટિલેટર સપોર્ટ પર છે. લક્ષણોવાળા લગભગ 19 લોકો નવ વર્ષથી ઓછી ઉંમરના છે. જ્યારે 50-80 વર્ગના 23 કેસ છે.
9 જાન્યુઆરીએ આવ્યો પહેલો કેસ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ 9 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ એક દર્દીને પુણે ક્લસ્ટરની અંદર પહેલો GBS કેસ હોવાની શંકા જાગી. પરીક્ષણોથી હોસ્પિટલમાં દાખલ દર્દીમાંથી લેવાયેલા કેટલાક જૈવિક નમૂનાઓમાં કેમ્પિલોબેક્ટર જેજુની બેક્ટેરિયા હોવાની જાણકારી મળી છે. સી જેજુની દુનિયાભરમાં જીબીએસના લગભગ એક તૃતિયાંશ કેસોનું કારણ બને છે અને સૌથી ગંભીર સંક્રમણો માટે પણ જવાબદાર છે.
પુણેમાં વધુ કેસ
અધિકારીઓ પુણેના પાણીના નમૂના લઈ રહ્યા છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં સૌથી વધુ મામલા સામે આવી રહ્યા છે. શનિવારે કરાયેલા પરીક્ષણોના પરિણામોથી જાણવા મળ્યું છે કે પુણેના મુખ્ય જળાશય ખડકવાસલા બંધ પાસે એક કૂવામાં બેક્ટેરિયા ઈ.કોલીનું ઉચ્ચ સ્તર હતું. પરંતુ અધિકારીઓએ કહ્યું કે એવું સ્પષ્ટ નથી કે કૂવાનો ઉપયોગ થઈ રહ્યો હતો કે નહીં. રહીશોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાણીને ઉકાળે અને ખાતા પહેલા પોતાના ભોજનને ગરમ કરે.
સારવાર મોંઘી
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યાં મુજબ નિગરાણી અભ્યાસ હેઠળ રવિવાર સુધી 25,578 ઘરોનું સર્વેક્ષણ કરાયું હતું. જેનો હેતુ સમુદાયની અંદર વધુ રોગીઓને શોધવા અને જીબીએસના કેસોમાં વધારાનું કારણ જાણવાનું હતું જે પહેલા મહિનામાં બે કે તેનાથી વધુ નહતા. જીબીએસની સારવાર ખુબ મોંઘી છે, દરેક ઈન્જેક્શનની કિંમત 20,000 રૂપિયા છે. જીબીએસ ત્યારે થાય છે જ્યારે શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ, જીવાણુ કે વાયરલ સંક્રમણ પર પ્રતિક્રિયા કરતી વખતે ભૂલથી એવી નસો પર હુમલો કરે છે જે માથાના સંકેતોને શરીરના કેટલાક ભાગો સુધી લઈ જાય છે. જેનાથી નબળાઈ, લકવો કે અન્ય લક્ષણો હોય છે.
પ્રભાવ
ડોક્ટરોએ કહ્યું કે 80 ટકા પ્રભાવિત દર્દીઓ હોસ્પિટલમાંથી રજા મળ્યાના છ મહિનાની અંદર મદદ વગર ચાલવાની ક્ષમતા મેળવી લે છે પરંતુ કેટલાકને પોતાના અંગોનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં એક વર્ષ કે તેનાથી વધુ સમય લાગી શકે છે. જીબીએસની સારવાર પણ ખુબ મોંઘી છે. દર્દીઓને સામાન્ય રીતે ઈમ્યુનોગ્લોબુલિન (આઈવીઆઈજી) ઈન્જેક્શનના એક કોર્સની જરૂર પડશે. આ બીમારીથી પીડિત એક દર્દીના પરિવારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમના 68 વર્ષના એક સંબંધીને 16 જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 13 ઈન્જેક્શનના આઈવીઆઈજી કોર્સની જરૂર હતી. જેમાં દરેક શોટની કિંમત લગભગ 20,000 રૂપિયા હતી.
સરકાર ફ્રીમાં કરશે સારવાર
બી બીબાજુ ગુલિયન બેરે સિન્ડ્રોમ પર એએનઆઈ સાથે વાતચીતમાં પુણે મ્યુનિસિપલ કમિશનર ડો. રાજેન્દ્ર ભોસલેએ કહ્યું કે હાલમાં પુણે નગર નિગમ ક્ષેત્રમાં લગભગ 64 દર્દી છે. જેમાંથી 13 વેન્ટિલેટર પર છે. 5 દર્દીઓ ઠીક થયા બાદ રજા આપી દેવાઈ છે. અમે GBS થી પ્રભાવિત દર્દીઓની મફત સારવાર કરીશું. જે લોકો ગરીબ છે અને સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેમના માટે અમારી પાસે એક યોજના છે.
#WATCH | Maharashtra | On cases of Guillain-Barre Syndrome (GBS) reported in the Pune district, Dr Rajendra Bhosale, Pune Municipal Commissioner says, "At present, there are almost 64 patients in the Pune Municipal cooperation area. Out of that 13 are on ventilators...5 patients… pic.twitter.com/Wek8J8pFA7
— ANI (@ANI) January 27, 2025
શું છે આ ગુલિયન બેરે સિન્ડ્રોમ
તબીબોના જણાવ્યાં મુજબ ગુલિયન બેરે સિન્ડ્રોમ એક દુર્લભ વિકાર છે જેમાં અચાનક સુન્નતા અને સ્નાયુઓમાં નબળાઈ આવી જાય છે. આ સાથે જ આ બીમારીમાં હાથ પગમાં ગંભીર નબળાઈ જેવા લક્ષણો પણ હોય છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ગુલિયન બેરે સિન્ડ્રોમ (GBS) એક દુર્લભ ન્યૂરોલોજિકલ વિકાર છે. જેમાં શરીરની પ્રતિરક્ષા પ્રણાલી ભૂલથી પરિધીય તંત્રિકા પર હુમલો કરે છે. આ સ્થિતિથી નબળાઈ, સુન્નતા, અને ગંભીર કેસોમાં લકવો થઈ શકે છે. જો કે (GBS) કોને પ્રભાવિત કરી શકે છે તેનું સટીક કારણ હજુ સામે આવ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે