2020 Delhi: ટ્રેલર રિલીઝ થતાં જ '2020 દિલ્હી' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની થઈ માંગ, જાણો એવું શું છે આ ફિલ્મમાં ?
2020 Delhi Film: દિલ્હીમાં થયેલા દંગા પર આધારિત ફિલ્મ 2020 દિલ્હીનું ટ્રેલર રિલીઝ થયું છે. 3 મિનિટ 22 સેકન્ડના આ ટ્રેલરમાં જે દેખાડવામાં આવ્યું છે તે જોઈને તમે પણ ધ્રુજી જશો.
Trending Photos
2020 Delhi Film: ફિલ્મ 2020 દિલ્હીનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ વર્ષ 2020 માં થયેલા દંગા પર આધારિત છે. 2020 માં દિલ્હીમાં સાંપ્રદાયિક તણાવ, રાજકીય ષડયંત્ર અને અસાધારણ પરિસ્થિતીમાં જે દંગા થયા હતા તેમાં સામાન્ય નાગરિકોને જે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો તે ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે શાહીનબાગથી શરૂ થયેલો સીએએનો વિરોધ નમસ્તે ટ્રમ્પ સુધી પહોંચી ગયો હતો. આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલરમાં કેટલાક સીન એવા છે જે તમને ધ્રુજાવી દેશે.
રીયલ સ્ટોરી પર આધારિત ફિલ્મ
2020 દિલ્હી ફિલ્મ દિલ્હીમાં બનેલી ઘટનાઓ પર આ ફિલ્મ આધારિત છે. તેનું નામ પણ 2020 દિલ્હી જ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ 24 ફેબ્રુઆરી 2020 ના એક દિવસની સ્ટોરી છે. જ્યાં એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં હતા અને બીજી તરફ શહેરમાં દંગા વધી રહ્યા હતા. આ દંગામાં 53 લોકોનો જીવ ગયો હતો.
આ ફિલ્મમાં બિજેન્દ્ર કાલરા, સમર જય સિંહ, સિદ્ધાર્થ ભારદ્વાજ, ભૂપેશ સિંહ અને અન્ય કલાકારો જોવા મળશે. આ ફિલ્મના પ્રોડ્યુસર દેવેન્દ્ર માલવીય છે. જોકે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે તેની સાથે જ વિવાદ પણ શરૂ થઈ ગયો છે. અને આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવાની માંગ પણ કરવામાં આવી છે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આ ફિલ્મથી તણાવ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. ભારતીય જનતા પાર્ટી સત્તાની ભૂખમાં દેશની સામાજિક સ્થિતિને પણ તાક પર રાખવા તૈયાર છે. પાર્ટીના પ્રવક્તા અને વરિષ્ઠ અધિવવક્તા અભિષેક મનુસિંઘવીએ પંચને આગ્રહ કર્યો છે કે આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે. કારણ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપ આ ફિલ્મ પ્રસારિત કરીને સમાજના ભાગલા પાડીને વોટ લેવા પર ઉતારું થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે