જયેશ રાદડિયાએ જાહેરમાં કોને ઝાટકી નાંખ્યા? સમાજની 2 ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાંખવાનું બંધ કરે

Jayesh Radadiya Statement : શાહી સમૂહલગ્નમાં ધારાસભ્ય જયેશ રાદડિયા વિરોધી પર વરસ્યા... કહ્યું-જે રાજકારણમાં નથી એ સમાજમાં રાજકારણ કરે છે, રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે

જયેશ રાદડિયાએ જાહેરમાં કોને ઝાટકી નાંખ્યા? સમાજની 2 ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાંખવાનું બંધ કરે

Rajkot News નરેશ ભાલિયા/રાજકોટ : જામકંડોરણા ખાતે 9મો શાહી સમુહલગ્નોત્સવ યોજાયો જતો,સાથે જામકંડોરણા ખાતે યોજાયેલા 511 લેઉઆ પટેલ સમાજની દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવ જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાના યજમાનપદે યોજાયો હતો. શાહી સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો, સાથે સમૂહ લગ્નમાં જોડાનાર 511 વર-વધુનો વિન્ટેજ કારમાં વિશાળ વરઘોડો નીકળતો હતો. ધારાસભ્ય જયેશ રાદડિયા 511 દિકરીઓનું કન્યાદાન કર્યું હતું. સમૂહ લગ્નમાં 10 હજાર જેટલા સ્વયં સેવકો સાથે 75 વિઘામાં 2 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રોમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા સેટ સમૂહ લગ્નનું આકર્ષણ બન્યા હતા. એક દીકરીને 3 લાખનું કરિયાવર આપવામાં આવ્યું હતું.

પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં ધારાસભ્ય અને લેવા પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા પ્રેમના પાનેતર સમૂહ લગ્નમાં વિરોધીઓ ઉપર ખુલીને વરસ્યા હતા. લેઉઆ પટેલ સમાજ ના કેટલાક અગ્રણીઓ અને એમના વિરોધીઓ પર તીખા તેવર બતાવ્યા હતા.

જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રેમના પાનેતર 511 સમૂહ લગ્ન માં લેવા પટેલ સમાજના લોકોને સંબોધિયા હતા આ સમયે તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે 2 લાખથી વધુ લેવા પટેલ સમાજ આ ઘડીનો સાક્ષી બન્યો છે. આ સમયે તેમણે સમાજના દાતાઓનો આભાર માનયો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકીય માણસ હોવા છતાં દાતાઓએ મારા પર ભરોસો મૂક્યો છે, લેઉવા પટેલ સમાજ તાકાત વારો છે આ સમાજ ગરીબ નથી. જોકે આ પછી તેમણે વિરોધીઓ પર પ્રહારો કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે હું સમૂહ લગ્ન ન કરું તો મને કોઈ કહેવા આવવાનું નહોતું. સમાજની અંદર બે પાંચ લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે, જે રાજકારણમાં નથી એ સમાજમાં રાજકારણ કરે છે, રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે. 

જયેશ રાદડિયાએ લેઉવા પટેલ સમાજને ટકોર કરતા કહ્યું હતું કે, આવી ટોળકીને સમજે ઓળખવાની જરૂર છે, હું જુનાગઢ સમાજના કામ કરવા જાવ છું ત્યાં મારે મત લેવા જવાની જરૂર નથી, તેમ છતાં કરું છું, અનેકવિધ પ્રવૃત્તિઓ મને વારસમાં મળી છે. એટલે હું કરું છું. જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલીને પડકાર ફેંકતા કહ્યું હતું કે, રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જાવ, કેટલાક લોકો બે દિવસ પેહલા જ વિચારતા હતા કે મારું તીર આવશે, મેં કીધું ખમો મારું તીર આવશે જ બરાબર નિશાન પર આવશે. 

આગામી સમૂહ લગ્ન અંગે કહ્યું હતું કે હવે પછી બે વર્ષ બાદ સમૂહ લગ્ન કરવામાં આવશે. સમૂહ લગ્નમાં જયેશ રાદડીયા મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે હું રાજનીતિ નો માણસ છું, હું રાજકારણના સમયે રાજકરણ કરું છું, જે મારા વિરોધીઓ છે એને જવાબ દેવાની જરૂર નથી, વિઠ્ઠલભાઈનો દીકરો છું , તાકાતથી સમાજનું કામ કરીશ, જે લોકો સમાજના કામમાં અડચણ ઊભી કરે તે એનું કામ કરે. 

તો કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ દ્વારા સૌથી વધુ સમૂહલગ્ન કરવામાં આવે છે, આવા સમૂહ લગ્ન ક્યારે નથી જોયા, જેમ જેમ દિવસો વધતા જાય છે તેમ સમૂહ લગ્ન સંખ્ય વધતી જાય છે, પોતાના પિતા જેવી શીખ જયેશ રાદડિયામાં આવી છે. આજે બહેનો રાત્રે એકલા જાય તો પણ ડર લાગતો નથી, સરકાર બધું કરે તેવું આપણે ન ઇચ્છીએ, પણ સમાજ આગળ આવે ત્યારે આ દ્રશ્યો આપણી સામે આવે છે. જયેશ ભાઈનો કાર્યક્રમ આવનો ખૂબ આગ્રહ હતો. કટોકટીની સ્થિતિમાં અહીં પહોંચ્યો છું. પણ 511 દીકરીઓના લગ્ન થતા હોય તો આમંત્રણની જરૂર નથી હોતી.

જામકંડોરણા ખાતે યોજાયેલા લેઉઆ પાટીદાર સમાજના પ્રેમનું પાનેતર 511 સમૂહલગ્નત્સવમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાં, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી રાઘવજી પટેલ સહિત અનેક ધારાસભ્ય, સમાજના રાજકીય સામાજિક આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news