સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ભાજપને હરાવવા AAP તૈયાર, ઈસુદાને ગઢવીએ ગઠબંધન અંગે આપ્યું મોટું નિવેદન
Gujarat Local Body Election : ગઠબંધનને લઈ AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઠવીનું નિવેદન... કહ્યું, ગુજરાતમાં ભાજપને હરાવવા અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર... બંને પક્ષ અલગ અલગ લડશે તો ફાયદો ભાજપને થશે... ગઠબંધન નહીં થાય તો AAP તમામ બેઠક પર લડશે ચૂંટણી...
Trending Photos
Gujarat Poltics : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા AAP તૈયાર છે. ભાજપને હરાવવા કોંગ્રેસ ગઠબંધનમાં આવે એ જરૂરી હોવાનો AAP દ્વારા દાવો કરાયો છે. ગઠબંધનને લઈ AAP પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણવ્યું કે, કોંગ્રેસ સાથે લોકસભામાં AAP એ ગઠબંધન અને ટેકો આપ્યો હતો. બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. AAP ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે. સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું ભાજપના સાશનથી મુક્તિ અપાવવા માટે AAP ગઠબંધન કરવા તૈયાર હોવાનું ઈસુદાને કહ્યું.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા આમ આદમી પાર્ટી AAP તૈયાર છે. ભાજપને હરાવવા કોંગ્રેસ ગઠબંધનમાં આવે એ જરૂરી હોવાનો AAP ના નેતા દ્વારા દાવો કરાયો છે. ગઠબંધનને લઈ AAP પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ સાથે લોકસભામાં AAP એ ગઠબંધન અને ટેકો આપ્યો હતો. બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. તેથી AAP ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે. સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું.
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, ભાજપના શાસનથી મુક્તિ અપાવવા માટે AAP ગઠબંધન કરવા તૈયાર છે. ગુજરાતની પ્રજાને મેસેજ આપવા માંગી છે કે અમે વિરોધી મત તોડવા માટે નથી. જો ગઠબંધન ના થાય તો AAP તમામ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ લડશે. કોંગ્રેસ-AAP સાથે ચૂંટણી લડે તો સરસ પરિણામો આવી શકે છે. AAP-કોંગ્રેસ અલગ અલગ લડે તો ભાજપના મત એક રહે અને ચૂંટણી જીતી જાય.
અન્ય પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નહિવત - કોંગ્રેસ
તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના અન્ય પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નહિવત હોવાનું કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. ગઠબંધન અંગે શક્તિસિંહે કહ્યું કે, કોઈપણ પાર્ટીનું રાજ્યસ્તરે ગઠબંધન અંગે પ્રસ્તાવ નથી આવ્યો.
સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધન અંગે ચર્ચા કરીશું. રાજ્ય સ્તરે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન અંગે ચર્ચા નહીં. ચૂંટણી અંગે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચર્ચા કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે