વતનની સેવા કરે તે પહેલા જ BSF જવાનનું દિલ બેસી ગયું, ટ્રેનિંગ બાદ હાર્ટએટેકથી મોત
Jawan Rahul Chaudhary Martyred : બનાસકાંઠાના દિયોદરના મકડાલા ગામના રાહુલ ચૌધરી નામના જવાનનું હાર્ટ એટેકથી નિધન...પોતાના માદરે વતન મકડાલા ગામ આવ્યા બાદ પરત ફરજ પર જતી વખતે હાર્ટ એટેક આવતા થયું નિધન...મકડાલા ગામે BSFએ ગાર્ડ ઓફ ઓનર આપી જવાનના અંતિમ સંસ્કાર કર્યા
Trending Photos
Banaskantha News બનાસકાંઠા : દિયોદરના મકડાલા ગામના જવાનનું હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન થયું છે. BSF જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન મકડાલા ગામ આવ્યા બાદ પરત ફરજ ઉપર જતી વખતે જ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો. રાહુલ ચૌધરીનું પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં આવતા કેઓ ફરજ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ અમદાવાદ ખાતે તેમના ભાઈના ઘરે રોકાયા હતા અને જ્યાં જેમને હાર્ટ એટેક આવ્યો હતો. રાહુલ ચૌધરીના પાર્થિવ દેહને દિયોદરના મકડાલા ગામે લાવી BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા. BSF જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
ડ્યુટી પર જતા પહેલા મોત આવ્યું
ચૌધરી પરિવાર માટે યુવા દીકરાનું મોત આકરુ બની રહ્યું હતું. દીકરો આર્મીમાં જવાન બન્યો તેની ખુશી સમાતી ન હતી. ટ્રેનિંગ પૂરી કર્યા બાદ રાહુલ ચૌધરીને પ્રથમ પોસ્ટીંગ પણ આવી ગયું હતું. પરંતુ ચૌધરી પરિવારમાં આ હરખ બે ઘડીનો રહ્યો હતો. યુવા દીકરો આર્મી જોઈન કરે તે પહેલા જ તેને હાર્ટએટેક ભરખી ગયો હતો.
રાહુલ ચૌધરીના આકસ્મિક નિધનથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. ગામના દીકરાએ ગામલોકોએ ભારે હૈયે વિદાય આપી હતી. રાહુલના મૃતદેહને અમદાવાદથી દિયોદર લાવવામાં આવ્યો હતો. જ્યાં BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા. BSF જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે