બજેટ સત્રનો પ્રારંભ, કોંગ્રેસના વિરોધથી રાજ્યપાલે ભાષણ અધવચ્ચે ટૂંકાવ્યું

 ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ ઓ.પી કોહલીના સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન બાદ પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આજની કાર્યવાહી મુલતવી રાખવામાં આવનાર છે. ત્યારે રાજ્યપાલના પ્રવચન સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો. 

બજેટ સત્રનો પ્રારંભ, કોંગ્રેસના વિરોધથી રાજ્યપાલે ભાષણ અધવચ્ચે ટૂંકાવ્યું

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ ઓ.પી કોહલીના સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન બાદ પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આજની કાર્યવાહી મુલતવી રાખવામાં આવનાર છે. ત્યારે રાજ્યપાલના પ્રવચન સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો. 

લેખાનુદાન બજેટ રજૂ થવાનું હોવાના કારણે બજેટ સત્ર 18 તારીખ થી 22 દરમ્યાન યોજાનાર છે. ત્યારે આજે 11 કલાકે બજેટ સત્રની શરૂઆત થઈ હતી. ત્યારે કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો સફેદ ફાડિયુ બાંધીને સત્રને આક્રમક બનાવવાની તૈયારી સાથે જ ગૃહમાં આવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભઅયો પોતાની ઓળખ સમા સફેદ કાપડ માથે બાંધીને આવ્યા હતા. જેના બાદ ગૃહમાં રાજ્યપાલના પ્રવચનનો પ્રારંભ થયો હતો, પણ પ્રવચનની સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો. કોંગ્રેસના વિરોધ વચ્ચે રાજ્યપાલે પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં શહીદ જવાનોનો ઉલ્લેખ કરીને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની જગ્યાએ ઊભા રહી આતંકવાદી અમે તમારી સાથેના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ‘આતંકવાદનો સામનો કરો અમે તમારી સાથે છીએ’ના પણ સૂત્રોચ્ચારો કર્યા હતા.

GujVidhansabha2.JPG
 
કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલના પ્રવચનમાં સતત ખલેલ ઉભો કરતા તેમણે પોતાનું પ્રવચન ટૂંકાવ્યું હતું અને વિરોધ વચ્ચે ત્યાંથી નીકળી ગયા હતા. રાજ્યપાલ ગૃહમાંથી જતા સમયે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ ‘જય જવાન જય કિસાન’ના સૂત્રોચ્ચારો કર્યા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના આજથી શરૂ થઇ રહેલા બજેટ સત્રના સંદર્ભમાં વિધાનસભા બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિધાનસભાના પ્રવેશદ્વાર ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news