ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકવાનો ખતરો : હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ

Cyclone Tej Alert : ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકવાનો ખતરો,,, અરબી સમુદ્રમાં 21 તારીખે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે,,, હવામાન વિભાગ વાવાઝોડાની સ્થિતિ પર રાખી રહ્યું છે નજર,,,
 

ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકવાનો ખતરો : હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ

Cyclone Tej Alert Live News : હવામાન વૈજ્ઞાનિક અરબ સમુદ્રમાં વિકસિત થવાની સંભાવના છે. તેની તીવ્રતા વિશે હજુ ફિલહાલ સ્થિતિ સ્પષ્ટ નથી. દક્ષિણ પૂર્વ અરબ સમુદ્ર અને નજીકવર્તી દરિયા કિનારે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન રચનાત્મક સ્તરની નીચેની દબાણ ક્ષેત્ર બનવાની આશા છે. પરંતુ તેની ગુજરાત પર શું અસર થશે તે હજી સ્પષ્ટ નથી. વધુ એક વાવાઝોડું સક્રિય થવાની હવામાન વિભાગની આગાહી છે. અરેબિયન સમુદ્રમાં 21 તારીખે લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે. જોકે, ગુજરાત પર વાવાઝોડાની અસરને લઈને અસમંજસ છે.

ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા છે. ગુજરાત પર બિપોરજોય જેવી જ બીજી મોટી આફત આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા તેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યું છે. ભારત દ્વારા જ આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. દક્ષિણ પૂર્વ - દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર  બન્યું છે. તેથી દક્ષિણ પૂર્વ - દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી કે, આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે. જોકે સાથે જ અરેબિયન સમુદ્રમાં એક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. 21 તારીખે આ લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. દક્ષિણ પૂર્વ દક્ષીણ મધ્યમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આ ડિપ્રેશન બાદમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. તેના બાદ આ સિસ્ટમ વાવાઝોડામાં તબદીલ થશે. જોકે હાલ લો પ્રેસર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે. સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ છે. આ દિવસોમાં રાજ્યમાં તાપમાન 34 થી 36 ડિગ્રી આસપાસ રહેશે. હાલ અમદાવાદમાં 35 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયુ છે. 

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગની સ્થિતિની માહિતી આપતા કહ્યું  કે વિશ્વનું ધ્યાન દક્ષિણ પૂર્વ અરબ સાગર અને કેરળ તળિયે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન દેખાયું છે. માનવામાં આવી રહ્યું છે કે, તેની સરેરાશ સમુદ્ર તળથી 3.1 કિલોમીટર ઉપર સુધી ફેલાયેલી છે. આઇએમડીએ અપડેટ કર્યું છે કે તેના પ્રભાવ હેઠળ 48 કલાક પૂર્વે દક્ષિણ અને તેની આસપાસ મધ્ય અરબ સમુદ્ર પર એક દબાણનો ક્ષેત્ર વિકસિત થવાની સંભાવના છે.

ચક્રવાત ટૂંક સમયમાં સક્રિય થઈ શકે છે
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવા અને મહારાષ્ટ્રમાં હવામાન શુષ્ક રહેશે. તાપમાનમાં વધઘટ જોઇ શકાય છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, જો કે હવામાન સ્વચ્છ રહેશે, તીવ્ર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી, થોડી ગરમી અનુભવાઈ શકે છે. 25 ઓક્ટોબર પછી આ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો અને તેજ પવન સાથે હવામાનમાં ફેરફાર થશે. અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર ટૂંક સમયમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી પણ શક્યતા છે. એવું માનવામાં આવે છે કે આવી સ્થિતિમાં ચક્રવાત ટૂંક સમયમાં સક્રિય થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news