પાટીલના ગઢમાં દિગ્ગજ નેતાનું રાજીનામું પડ્યું, દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો

Gujarat Dang BJP President Resignation : ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે આપ્યું હોદ્દા પરથી રાજીનામું.....પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી આપ્યું રાજીનામું.....જિલ્લામાં ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ....આંતરિક વિવાદથી રાજીનામું આપ્યાની અટકળો....
 

પાટીલના ગઢમાં દિગ્ગજ નેતાનું રાજીનામું પડ્યું, દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો

Dang News : દક્ષિણ ગુજરાત એ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ ગણાય છે. ત્યારે આ ગઢમાં ગાબડું પડ્યું છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ત્યારે દશરથ પવારના રાજીનામાથી ડાંગનું રાજકારણ ગરમાયું છે. 

ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેઓએ પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે, ‘હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે.’ આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ જિલ્લા પ્રમુખનું સૌથી પહેલું રાજીનામુ પડ્યુઁ છે. 

ચર્ચા છે કે, ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ લઈને કાર્યકરોની ચર્ચા મુજબ આગામી દિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે. ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈ અવાજ પણ ઉઠાવ્યો હતો. ભાજપ પ્રમુખના રાજીનામાને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. 

તો બીજી તરફ, આજે બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની યાદી જાહેર થઈ છે. બોટાદ જિલ્લા સંગઠનની અંદર તમામ નવા શહેરાનો સમાવેશ કરાયો છે. જિલ્લા સંગઠનમાં કુલ 19 હોદેદારોનો સમાવેશ કરાયો છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 6 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યલાય મંત્રીના નામોની જાહેરાત કરાઈ છે. જિલ્લા સંગઠનમાં તમામ જ્ઞાતિના કાર્યકરોનો સમાવેશ કરાયો છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે આ યાદી જાહેર કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news