વાલીઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો! 10 વર્ષનું બાળક સીસોટી ગળી ગયું અને પછી જે થયું...
અમદાવાદની સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં સેવારત. સારવાર થી સ્કીન ડોનેશનની કામગીરીમાં સિવિલ હોસ્પિટલની નિષ્ઠા સરાહનીય નાના ભૂલકાઓના વાલીઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો. વારંવાર ચેતવણી છતાં ફરી એકવાર ૧૦ વર્ષનું બાળક સીસોટી ગળી જવાનો કિસ્સો ધ્યાને આવ્યો.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: છેલ્લાં બે ત્રણ વર્ષ માં ઉત્તમ સારવાર ની સાથે સાથે અંગદાન, સ્કિન ડોનેશન અને અન્ય રાષ્ટ્રીય પ્રોગ્રામ માં સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્ય તેમજ રાજ્ય બહારના હજારો દર્દી ઓ માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશીર્વાદ બની રહી છે.
છેલ્લાં બે દિવસમાં સિવિલ હોસ્પિટલ ખાતે એક કિસ્સામાં બાળકની શ્વાસનળીમાં ફસાયેલ પ્લાસ્ટિકની સીસોટીને દૂર કરી સાજા કરવાનો તેમજ બીજી તરફ મૃત દર્દી નાં ઘરે જઇ ડૉકટરો દ્વારા સ્કીનનું દાન લઇને જરૂરિયાતમંદને મદદરૂપ થવાની શ્રેષ્ઠ કામગીરી કરાઇ છે.
વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી એ જણાવ્યુ હતુ કે અમદાવાદના રહેવાસી અને મજૂરી કરતા જગદીશભાઈ બોડાણાના ૧૦ વર્ષના પુત્ર ક્રિષ્નાને રમતા રમતા આકસ્મિક રીતે રમકડાની પ્લાસ્ટીકની સીસોટી શ્વાસનળીમાં જતી રહેતા ઉધરસ શરુ થઈ હતી. પ્રથમ તેઓ દીકરાને લઇ એલજી હોસ્પિટલમાં ગયા જ્યાં તેનો એક્સ-રે તેમજ સીટી સ્કેન કરવામાં આવ્યો. ત્યારબાદ શ્વાસ નળીમાં ફોરેનબોડી જણાતા તેને સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં રીફર કરવામાં આવ્યો હતો.
બાળકને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તારીખ ૨૦મી ડિસેમ્બર ના રોજ ડૉ. જયશ્રી રામજી પ્રોફેસર, પીડિયાટ્રિક સર્જરી વિભાગ તેમજ ડૉ. ચિરાગ પટેલ અને ડૉ. તૃપ્તિ શાહ એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા બ્રોન્કોસ્કોપી કરી ડાબી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની સીસોટી સફળતાપુર્વક બહાર કાઢવામા આવી. ઓપરેશન પછી કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા બાળક ને રજા આપવામાં આવી છે.
બીજી તરફ તારીખ ૨૨ ડીસેમ્બર ના રોજ,નિકોલ, અમદાવાદ ખાતે ૯૨ વર્ષના છગનભાઈ શામજીભાઈ દેવાણી મ્રુત્યુ પામતા પરીવારજનો એ સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંક નો સમ્પર્ક સાધતા સિવિલ હોસ્પિટલ ના પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેવની ટીમે ઘરે જઇ મ્રુતકની ત્વચા લઇ સ્કીન ડોનેશન સ્વીકાર્યુ હતુ.
આ સાથે સિવિલ હોસ્પિટલ સ્કીન બેંક ને મળેલુ આ સાતમુ અને ઘરેથી લેવામાં આવેલ બીજું સ્કીન દાન છે. રાજ્ય સરકાર સિવિલ હોસ્પિટલ ની સેવાઓ માં ઉતરોત્તર વધારો કરી રહી છે જેની સાથે સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ પણ દર્દી ઓ ને ઉતમ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે