સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામાં આવશે 1.25 લાખની અદ્દભુત ગદા, 15 દિવસમાં થઇ તૈયાર
હનુમાન ભક્ત એવા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોતાનો દિવ્ય દરબારનું આયોજન કર્યું છે. ત્યારે 26 અને 27મી તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવવાના છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસમાં સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે ત્યારે હનુમાન જી ના ભક્ત એવા શાસ્ત્રીજીને સુરતના લોકો તરફથી ચાંદીની ગદા ભેટ આપવા માટે સુરતના ઉદ્યોગપતિ દ્વારા સુરતના જ્વેલર્સને ત્યાં ખાસ ગદા તૈયાર કરવામાં આવી છે અને આગામી 26 27 ના દિવ્ય દરબાર માં પ્રદેશ અધ્યક્ષના હાથે આ ગદા અર્પણ કરવામાં આવશે.
હનુમાન ભક્ત એવા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોતાનો દિવ્ય દરબારનું આયોજન કર્યું છે. ત્યારે 26 અને 27મી તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવવાના છે. ત્યારે હનુમાન ભક્ત એવા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત પ્રથમ વખત આવી રહ્યા છે. તેને લઈ સુરતની યાદગીરી માટે સુરતના ઉદ્યોગપતિ સાંકેત ગ્રુપના માલિક એવા સાબરમલ બુધિયા દ્વારા શાસ્ત્રીજી માટે એક ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે આ ગદા સુરતના જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે 1161 કિલોની ગદા અંદાજિત સવા લાખ રૂપિયાની થાય છે.
સુરત પ્રથમ વખત આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીને સુરતની યાદગીરી રૂપે સુરતના ઉદ્યોગપતિએ આ ગદા તૈયાર કરાવી છે. આ ગદા બનાવવા માટે પાંચ જેટલા કારીગરોએ 15 દિવસમાં તૈયાર કરી છે. આખી ગદા ઉપર હસ્ત કળાના નમુનાપણ જોવા મળે છે. ત્યારે આ ગદા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે આગામી 26, 27 ના દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ને આપવામાં આવશે. આ ગદાને લઈને સુરતના જ્વેલર્સ અને ગદા મંગાવનાર ઉદ્યોગપતિમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સુરત શહેરમાં કોઈ પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે તેનો ઉત્સાહ અનોખો જોવા મળતો હોય છે, ત્યારે સુરતના લોકો દિલથી ઉત્સાહ માનવતા હોય છે, ત્યારે ગુજરાતના ત્રણ શહેરોમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સુરત શહેરનું આયોજન અનોખું જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે