રડી જશો એવી છે સ્ટોરી! ગુજરાતી દીકરીને ડોક્ટર બનવું હતું અને ફીના રૂપિયા નહોતા, મોદીના એક ફોને કલેક્ટર દોડ્યા
સમારોહમાં તેમણે એક દિવ્યાંગ ઐયુબ પટેલ સાથે વાત કરી હતી. જે દરમિયાન ઐયુબ પટેલની દીકરીને PM મોદીએ પૂછ્યું હતું કે, ડોક્ટર કેમ થવું છે?, ત્યારે 'પપ્પાની સમસ્યા જોઈને..' એટલું બોલી દિવ્યાંગની દીકરી રડી પડી હતી. એ સમયે મોદી પણ ભાવુક થઇ ગયા હતા.
Trending Photos
ઝી બ્યુરો/ભરૂચ: તમે આ ઘટના વાંચીને માનશો નહીં કે આ શક્ય છે. બહેનો એક પત્ર લખજો, તમારો ભાઈ જ્યાં હશે ત્યાંથી જવાબ આપશે. ખરેખર મોદીએ આ શબ્દોને યોગ્ય ઠેરવ્યા છે. જે લોકોએ આ બાબતની મજાક ઉડાવી હતી. એમના માટે આ ઘટના લપડાક સમાન છે. એક ગુજરાતી દીકરીએ મોદીને એક પત્ર લખ્યો કે સ્કોરલર શિપ તો મળી ગઈ છે પણ ડોક્ટર બનવા 4 લાખ રૂપિયા ખૂટે છે અને તાત્કાલિક ભરૂચની કલેક્ટર ઓફિસમાં પીએમઓમાંથી ફોન આવ્યો કે દીકરી ભણવા માગે છે તો રૂપિયાની વ્યવસ્થા કરો અને ગણતરીના દિવસોમાં આ દીકરીને રૂબરૂ બોલાવીને આ રૂપિયા આપી દેવાયા.
આ ઘટના એ ગુજરાતના ભરૂચ જિલ્લાની છે. જે દીકરીને મોદીએ વચન આપ્યું હતું કે બેટા કંઇ તકલીફ પડે તો માત્ર પત્ર લખજે... ખરેખર એ દીકરીએ વિચાર્યું પણ નહીં હોય કે એક પત્રનો પીએમ મોદી જવાબ આપશે. ખરેખર આ વાસ્તવિકતા છે અને આ ઘટના એ ઉદાહરણ રૂપ છે કે આજે પણ ગુજરાતનો દીકરો ગુજરાતીઓની મદદમાં આગળ હોય છે. આ સ્ટોરી તમને રડમસ કરી મૂકશે. વાગરા તાલુકાના દિવ્યાંગ ઐયુબ પટેલ કે જેઓ પોતાના પરિવાર સાથે ભરૂચ બાયપાસ પાસે આવેલ ઇમરાન પાર્ક સોસાયટીમાં રહે છે. તેમના પરિવારમાં તેમના પત્ની રેહાના પટેલ, માતા અને ત્રણ દીકરીઓ છે. એક સમયે ભરૂચના ઐયુબ પટેલ અને દીકરી આલિયા સાથે વાતચીત દરમિયાન આલિયા અને નરેન્દ્ર મોદી પણ ભાવુક બન્યા હતા. ભરૂચ જિલ્લાના વાગરામાં રહેતી આલિયા વિશે વાત કરીએ તો નાનપણથી તેઓ અભ્યાસમાં તેજસ્વી હતી અને તેની ઈચ્છા ડોક્ટર બનવાની હતી, પણ પિતા પ્રજ્ઞાચક્ષુ હોવાથી આર્થિક સમસ્યા સામે આવી ઉભી હતી પણ 2022માં દૂધધારા ડેરીના મેદાનમાં યોજાયેલાં એક કાર્યક્રમે તેનું જીવન બદલી નાખ્યું છે.
ઉત્કર્ષ સમારોહમાં લાભાર્થી જોડે વાતચીત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થયા ભાવુક @narendramodi#UtkarshSamaroh #PMModi #Bharuch pic.twitter.com/N13JMB4kK7
— Zee 24 Kalak (@Zee24Kalak) May 12, 2022
ભરૂચના ભોલાવમાં યોજાયેલા ઉત્કર્ષ સમારોહ યોજાયો હતો. આ કર્યક્રમમાં ભરૂચના ઐયુબ પટેલ અને તેમની દીકરી આલિયા સાથે નરેન્દ્ર મોદીએ વાત કરી હતી. આલિયા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આલિયા વચ્ચે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરતા પરિવાર વિશે માહિતી મેળવતા હતા ત્યારે તેમને અયુબ પટેલ સાથે મોટી દીકરી આલિયા સાથે વાત કરી હતી અને ઐયુબ પટેલની દીકરી એ કહ્યું હતું કે, 12 સાયન્સની પરીક્ષામાં 80 ટકા સાથે પાસે થઈ છું અને હું ડોક્ટર બનવા માંગુ છું. તો વડાપ્રધાને કહ્યું કે કેમ ડોક્ટર જ બનવું છે તો આલિયાએ ભીની આંખો સાથે જણાવ્યું કે પિતાની આંખોની રોશની જતી રહી છે. આ ઘટનાને લીધે ભવિષ્યમાં કોઈ બાપની રોશની ના જાય એ માટે મે ડોક્ટર બનવાનું વિચાર્યું છે. આ વાત વડાપ્રધાન સાંભળતાં તેઓ ભાવુક થઈ ગયા હતા.
પીએમ મોદીએ આલિયાને જણાવ્યું હતું કે, અભ્યાસમાં કઈ તકલીફ પડે તો મને પત્ર લખજે. આ વાકયને યાદ કરી તેણે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં એમબીબીએસના અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો હતો. આલિયાએ 13મી ઓકટોબર 2022ના રોજ PMOમાં પત્ર લખી અભ્યાસ માટે આર્થિક સહાય મળે તેવી માગ કરી હતી. જાન્યુઆરી 2022માં વડાપ્રધાન કાર્યાલયમાંથી તેમને જવાબ મળ્યો હતો કે, તમારા પત્ર સંદર્ભમાં ભરૂચ કલેકટર કચેરીમાં કાર્યવાહી કરવા જણાવ્યું છે. 12મી મે 2023ના રોજ ભરૂચ કલેકટરનો ડૉ. તુષાર સુમેરાનો ફોન આવ્યો અને આખા પરિવારને કલેકટર કચેરી ખાતે બોલાવવામાં આવ્યું અને કલેકટરના હસ્તે 4 લાખ રૂા.નો ચેક આલિયાને અર્પણ કરાયો હતો. આ વિશે આલિયાના પિતા ઝઐયુબભાઇ પટેલે જણાવ્યું હતું કે, આલિયાએ મેડિકલમાં પ્રવેશ મેળવ્યો જેની એક વર્ષની ફી 11.53 લાખ છે સરકારની વિવિધ યોજનામાંથી 8 લાખની સ્કોલરશિપ મળી હતી. બાકીના 4 લાખ માટે PM મોદીની મદદ માગી હતી. જેમાં કલેકટર સહિતના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનો એક દિવસનો પગાર દાનમાં આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઐયુબ પટેલ રાષ્ટ્રીય અંધજન ભરૂચ જિલ્લાની સંસ્થામાં માનદ સેવા પણ કાર્ય કરે છે. આ સંસ્થાની મદદથી અન્ય લોકોની પણ મદદ કરે છે. દેશના વડપ્રધાન જેવી વ્યક્તિ આજે અમારી જેવા સામાન્ય વ્યક્તિ સાથે વાત કરી ત્યારે એમને લાગ્યું કે પીએમ નરેન્દ્ર મોદી દેશની જનતાની ચિંતા કરે છે અને તેમને ક્યારેય તકલીફ ન પડે તેનું ધ્યાન પણ રાખે છે. ઐયુબભાઈ અને તેમની દીકરી આલિયાએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. ખરેખર આ ઘટના એ યાદ અપાવે છે કે દેશના પીએમ હોય તો મોદી જેવા જે એક પત્ર પર દોડીને મદદે આવે છે. આવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે પણ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે મોદી આજે પણ ગુજરાત માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે