ગુજરાત: પાછોતરા વરસાદે ખેડૂતોને કર્યા પાયમાલ, પાક.ના નામે માત્ર ફોફા જ બચ્યા

ખેડૂતોના પાથરા પર પાણી ફરી વળતા પડતા પર પાટુ જેવી સ્થિતી પેદા થઇ છે

ગુજરાત: પાછોતરા વરસાદે ખેડૂતોને કર્યા પાયમાલ, પાક.ના નામે માત્ર ફોફા જ બચ્યા

જુનાગઢ : ગુજરાતમાં સતત પડી રહેલા પાછોતરા વરસાદના કારણે ખુબ જ કફોડી સ્થિતી પેદા થઇ છે.કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાકતો નિષ્ફળ થઇ જ ચુક્યો હતો, પરંતુ જેટલો બચેલો કુચેલો પાક લણ્યો હતો અને તેના પાથરા કર્યા હતા. જો કે દિવાળી બાદ પડેલા વરસાદે તે પાકને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાથરા પલળી જતા બચેલો પાક પણ સડી જવાની ભીતી છે. જેના કારણે ખેડૂતો માટે પડતા પર પાટુની સ્થિતી પેદા થઇ છે. 

માળીયા હાટીના પંથક માં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ એટલો ધોધમાર હતો કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા પાથરા પર પાણી ફરી વળ્યું હતું. જેના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. માળીયા હાટીના ગ્રામ્ય વિસ્તાર ગળોદર ગામે એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે મગફળી ખેંચીને સુકવવા માટે કરાયેલા પાથરાઓ પર વરસાદી પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ન માત્ર સિંગ પલળી ગઇ હતી. જેનાથી આ સિંગ સડી જવાનો ભય ઉત્પન થયો છે.

Viral Video : સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક, દુકાનદારને ચપ્પુ બતાવીને લૂંટી લીધો
માળીયા હાટીના ગ્રામ્ય વિસ્તાર ગળોદર, જુથલ, પ્રાણીધા, પીખોર, સકરાણા અને લાઠો માં ધોધમાર વરસાદ પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે ખેડૂતો આ વર્ષે ખુબ જ નુકસાન ભોગવી રહ્યા છે. જો કે હવે જેટલો પાક બચ્યો છે તે લણીને સુકવણી સમયે પણ વરસાદ પડતા ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતી પેદા થઇ છે. જેના કારણે ખેડૂતો હાલ હતાશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્યાર વરસાદના કારણે સમગ્ર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે.

પોરબંદરના રાણાવાવ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. વિજળી સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ વરસતા વીજપુરવઠો ઠપ્પ થઇ ગયો હતો. ફક્ત રાણાવાવ શહેરમાં વરસાદ નોંધાયો છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટુ નહી થતા ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ લીધો.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના કાનાવડાળા અને સાતોદળ ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન. લણેલા પાક પર પણ પાણી પડતા પાકને વધારે નુકસાન થવાની ભીતી.

મોડી સાંજે ભારે પવન સાથે પવન વરસાદ પડ્યો. દમણ અને દાદરા નગર હવેલી માં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક સ્થળો પર પતરા પણ ઉડી ગયા હતા. ક્યાર વાવાઝોડાને પગલે તોફાની વરસાદને કારણે અનેક ઝાડવાઓ પણ ધરાશયી થયા. 

બોટાદ નો સુખભાદર ડેમ કમોસમી વરસાદમાં થયો ઓવરફ્લો. ચોમાસામાં ઓવરફ્લો થયા બાદ કમોસમી વરસાદમાં પણ ડેમ ઓવરફ્લો થતા ડેમ ના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે રાણપુર ના નાગનેશ તેમજ દેવળીયા ગામે આવેલ ભાદર નદી બે કાંઠે વહી રહી છે. નદીના પ્રવાહમાં એક વૃદ્ધ તણાયા હતા. જો કે ગામલોકોએ  તેમને બચાવ્યા હતા. નાગનેશ ગામે ભાદર નદીમાં પાણી આવતા ગામનો રસ્તો થયો બંધ.

દાદરા નગર હવેલી માં ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લા ના કપરાડા તલૂકા ના અંતરિયાળ ગામો માં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સતત છઠ્ઠા દિવસે પણ મોડી સાંજે મેઘરાજા ની પધરામણીથી ખેડૂતો અને નાગરિકોની કફોડી સ્થિતી. દાદરા નગર હવેલી ખાતે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારામં પતરાઓ ઉડ્યા હતા. વલસાડ જિલ્લામાં પણ ભારે પવન સાથે પડ્યો હતો. વલસાડ ધરમપુર રોડ બોદલાઈ ગામ નજીક રોડ થયો બંધ.

ગોડલમાં બાંદરા, દેવચડમાં  વિજળીના કડાકા, વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે આજનો વરસાદ ખુબ જ તોફાની રહ્યો હતો. ગોંડલના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news