ગુજરાતમાં 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર, 21 ઓક્ટોબરે થશે મતદાન

કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) માં વિધાનસભા (VidhanSabha) ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત (Gujarat) ની ખાલી પડેલી 7માંથી 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરના રોજ ચાર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.

ગુજરાતમાં 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર, 21 ઓક્ટોબરે થશે મતદાન

અમદાવાદ :કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) માં વિધાનસભા (VidhanSabha) ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત (Gujarat) ની ખાલી પડેલી 7માંથી 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરના રોજ ચાર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ હરિયાણા અને મહારાષ્ટ્રની પેટાચૂંટણી સાથે ગુજરાતની પેટાચૂંટણી વિશે પણ માહિતી આપી હતી. ગુજરાતની ખેરાલુ, અમરાઈવાડી, થરાદ, લુણાવાડા, મોરવાહડફ, રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીઓની જાહેરાત થવાની હતી. પરંતુ ખાલી પડેલી 7 બેઠકમાંથી માત્ર 4 બેઠકો માટે જ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. 

અમરાઇવાડી
વર્ષ 1962માં અમરાઇવાડી વિઘાનસભાનુ કોઇ અસ્તિત્વ ન હતું. એ સમયે અમદાવાદ શહેરમાં માત્ર 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થતો હતો. જેમાં સાબરમતી એલિસબ્રિજ, દરિયાપુર-કાઝીપુર, અસારવા, જમાલપુર ખાડીયા, દરીયાપુર, શહેરકોટડા અને ગોમતીપુરનો સમાવેશ થતો હતો. 1967 અને 1972માં કાંકરીયા બેઠક અસ્તિત્વમાં આવી, જેમાં અમરાઇવાડીનો સમાવેશ કરાયો હતો. વર્ષ 1975માં મણિનગર વિધાનસભા અસ્તિત્વમાં આવી, જેમાં અમરાવાડી વિસ્તારનો સમાવેશ થતો હતો. હસમુખ પટેલ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સાસદ બનતાં આ સીટ ખાલી પડી જેની પ્રથમ પેટાચૂંટણી યોજાવાની છે. 

થરાદ
આ બેઠક ભાજપના ધારાસભ્ય અને મંત્રી પરબત પટેલ સાંસદ બનતા ખાલી પડી છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. ભાજપમાં ટિકીટ માટેના બે નામો પ્રબળ દાવેદાર છે. જેમાં પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી ભાજપમાંથી પ્રબળ દાવેદાર છે. તો સહકારી ક્ષેત્રના આગેવાન અને સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ ચૌધરી પણ ભાજપમાંથી પ્રબળ દાવેદાર ગણાય છે. તો કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ ટિકીટ માટે દાવેદારી કરી છે. હાલ કોંગ્રેસમાંથી માંગીલાલ પટેલ(માળવી) અને આંબાભાઈ સોલંકી પ્રબળ દાવેદાર ગણાય છે. 

લુણાવાડા
અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડ ભાજપ માં જોડાઇ ને સાંસદ બનતા ખાલી પડી છે. મૂળ કોંગ્રેસી રતનસિંહ હવે ભાજપના સાંસદ છે. તેથી આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક માટે પણ ભાજપ અને કોંગ્રેસમાં રસાકસીભર્યો માહોલ છે. પેટાચૂંટણી માટે કોંગ્રેસમાંથી હાલ હીરા પટેલ, ગુલાબસિંહ ચૌહાણ અને પી. એમ પટેલના નામ ચર્ચામાં છે. 

ઈંગ્લેન્ડના આ ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં બ્રેકની જાહેરાત કરી, લીધું સ્માર્ટ ડિસીઝન

ખેરાલુ
ભરતજી ડાભી વર્ષ 2019ની લોકસભાની ચુંટણીમાં પાટણ બેઠક પરથી વિજેતા થતાં અહી પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપમાંથી ખેરાલુ બેઠક માટે રામસિંહ ડાભી અને રમીલાબેન દેસાઈના નામ ચર્ચામાં છે. 

કઈ બેઠક કોની પાસે હતી અને કેમ ખાલી પડી

  • અમરાઈવાડી - ભાજપ

આ બેઠક ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ સાંસદ બનતા ખાલી પડી છે.

  • થરાદ - ભાજપ

આ બેઠક ભાજપના ધારાસભ્ય અને મંત્રી પરબત પટેલ સાંસદ બનતા ખાલી પડી છે

  • ખેરાલુ- ભાજપ

આ બેઠક ભાજપના ધારાસભ્ય ભરતસિંહ ડાભી સાંસદ બનતા ખાલી પડી છે

  • લુણાવાડા- ભાજપ

અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડ ભાજપમાં જોડાઈને સાંસદ બનતા ખાલી પડી છે.

  • મોરવાહડફ- કોંગ્રેસ

અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ કોંગ્રેસમાં જોડાયા હતા, પણ તેમનું જાતિનું સર્ટિફિકેટ રદ્દ થતા બેઠક ખાલી પડી છે.

  • રાધનપુર- કોંગ્રેસ

કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી છે.

  • બાયડ - કોંગ્રેસ

કોંગી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news