આ છે અમદાવાદના 7 ઐતિહાસિક અને લોકપ્રિય મંદિરો, એકવાર જરૂર દર્શન કરવા જજો

અમદાવાદના મંદિરોની પોતાની અલગ વિશેષતા છે. આ મંદિરોમાં લાખો લોકોની ભીડ દર વર્ષે ભેગી થાય છે. જો તમે પણ અમદાવાદ આવો તો આ મંદિરોમાં દર્શન કરવા જરૂર જવું જોઈએ.
 

આ છે અમદાવાદના 7 ઐતિહાસિક અને લોકપ્રિય મંદિરો, એકવાર જરૂર દર્શન કરવા જજો

અમદાવાદઃ સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ ગુજરાતની પૂર્વ રાજધાની છે અને રાજ્યનું સૌથી મોટું શહેર છે. જૂના વિશ્વ આકર્ષણ અને અદ્યતન ટેકનોલોજીનો સંગમ, અમદાવાદ ઝડપી ગતિએ વિકસી રહ્યું છે. આ શહેર જેટલું સુંદર છે એટલા સુંદર અમદાવાદના મંદિરો પણ છે. આજે અમે તમને અમદાવાદના તે મંદિરો વિશે જણાવીશું, જ્યાં તમારે એકવાર દર્શન કરવા જરૂર જવું જોઈએ.

અક્ષરધામ મંદિર- Akshardham Temple in Ahmedabad
અમદાવાદની નજીક આવેલું અક્ષરધામ મંદિર ગુજરાતના સૌથી મોટા મંદિરોમાંથી એક છે અને 23 એકરમાં ફેલાયેલું છે. ભગવાન સ્વામીનારાયણ આ મંદિરના પીઠાસીન દેવતા છે. તેને 6000 ટન ગુલાબી બલુઆ પથ્થરનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે. આ મંદિર વાસ્તુશિલ્પ ચમત્કાર, મંદિર કલા, સંસ્કૃતિ અને ભક્તિનું એક આદર્શ એકીકરણ છે. તેમાં ભગવાન સ્વામિનારાયણની જટિલ કોતરણીવાળી રચના છે, જે આ સુંદર મંદિરના વિશાળ લૉનમાં ઊભી છે.

અમદાવાદનું સ્વામીનારાયમ મંદિર - Swaminarayan Temple in Ahmedabad 
અમદાવાદના કાલુપુર સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર નારાયણ દેવને સમર્પિત એક મંદિર છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ વર્ષ 1822માં સ્વામીનાયારણના નિર્દેશ પર કરવામાં આવ્યું હતું, જે હિન્દુ ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાયના સંસ્થાપક હતા. જ્વલંત રંગો અને જટિલ નરસીકામથી અલંકૃત, સ્વામીનારાયણ મંદિર ઓગણીસમી સદીની વાસ્તુકલાનું એક અદ્ભુત ઉદાહરણ છે.

અમદાવાદનું હાથીસિંહ મંદિર - Hathisingh Temple in Ahmedabad 
આ જૈન મંદિર 1848માં બનાવવામાં આવ્યું અને તે ધર્મનાથ (પંદરમાં જૈન તીર્થકર) ને સમર્પિત છે. આ ઉપરાંત, આંગણામાં અન્ય વિવિધ તીર્થંકરોને સમર્પિત 52 પેટા મંદિરો છે. ત્રણેય બાહ્ય બાજુઓ પર વિશાળ પ્રક્ષેપણ વરંડા, સુશોભિત સ્તંભો અને શિલ્પ કૌંસ છે. આગળના પ્રવેશદ્વાર પાસે 78 ફૂટ ઊંચો મહાવીર સ્તંભ પણ છે. વાસ્તવમાં, કેટલાક આકારો મુગલ કાળના સલ્તનત મિનારાઓથી પ્રેરિત છે.

અમદાવાદનું વૈષ્ણોદેવી મંદિર - Vaishnodevi Temple in Ahmedabad 
આ ગાંધીનગર રોડ પર સ્થિત છે અને અમદાવાદના સૌથી સુંદર મંદિરોમાંથી એક છે. તે મંદિર જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી તીર્થની પ્રતિકૃતિ છે. તેને માનવ નિર્મિત પહાડીઓ પર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરના દર્શન માટે પહાડી પર ચઢવાનું હોય છે. નવરાત્રિના તહેવાર દરમિયાન તમારે અહીં જરૂર જવું જોઈએ. નવરાત્રિની અહીં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. પાસે એક તિરૂપતિ બાલાજી મંદિર છે, જ્યાં પણ તમે દર્શન કરી શકો છો. 

અમદાવાદનું ઈસ્કોન મંદિર - ISKCON Temple in Ahmedabad 
અમદાવાદના એસજી હાઈવે પર સ્થિત ઈસ્કોન મંદિર આધ્યાત્મિકતાનો અનુભવ કરવા માટે સૌથી સારી જગ્યા છે. આ મંદિર હરે કૃષ્ણ મંદિરના રૂપમાં પણ જાણીતું છે. ઈસ્કોન મંદિરમાં ખુબ શાંતિ રહે છે, જ્યાં તમે બેસીને ધ્યાન કરી શકો છો. 

અમદાવાદનું દાદા ભગવાન મંદિર - Dada Bhagwan Temple in Ahmedabad
દાદા ભગવાન મંદિર (અડાલજ ત્રિમંદિરના નામે પણ ઓળખાય છે) અમદાવાદથી 20 કિલોમીટર દૂર સ્થિત અમદાવાદ-કલોલ માર્ગ  પર અડાલજ ગામમાં સ્થિત એક ત્રિમંદિર છે. દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત, ત્રિમંદિર એક અનોખી ધાર્મિક અવધારણાને સામે લાવે છે, જ્યાં બધા ધાર્મિક દેવતાઓની મૂર્તિઓને એક સમાન મંચ પર રાખવામાં આવે છે. 

અમદાવાદનું દેવેંદ્રેશ્વર મહાદેવ મંદિર - Devendrashwar Mahadev Temple in Ahmedabad 
આ અમદાવાદના સૌથી પવિત્ર અને લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક છે. મંદિર ભગવાન મહાદેવની સમર્પિત છે. તેમાં દેવી દુર્ગાની એક સુંદર મૂર્તિ પણ છે અને વાસ્તુકલા પણ ઉલ્લેખનીય છે. આ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં મહાશિવરાત્રિની ઉજવણી ધામધૂમ સાથે કરવામાં આવે છે. આ મંદિરના પાછલના ભાગમાં એક નદી પણ છે, જ્યાં તમે સુંદર દ્રશ્યનો આનંદ લઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news