પાટણ: રાધનપુરમાં ખેડૂતોએ ટ્રેન અટકાવાતા તંત્ર દોડતું થયું, પોલીસ આવતા ભાગદોડ
Trending Photos
પાટણ : રાધનપુર તાલુકાના મહેમદાબાદ કોલપુર નજીક ખેડૂતોએ ફાટકના કારણે અવર જવરમાં મુશ્કેલી પડતી હોવાની રજુઆત સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 25 થી વધારે ખેડૂતો રેલના પાટા પર આડા પડીને ટ્રેન અટકાવી દીધી હતી. ખેડૂતોએ તેમને પડતી તકલીફ અંગે અગાઉ આવેદનપત્ર પણ આપ્યું હતું. જો કે સમાધાન નહી થતા આજે અચાનક ખેડૂતોએ એકત્ર થઇને રેલ રોકો આંદોલન ચાલુ કર્યું હતું. ટ્રેનોને અટકાવાતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જો કે પોલીસ અચાનક ઘસી આવતા દોડધામ મચી ગઇ હતી.
સત્તાની લાલચે સરપંચે પુત્રને બનાવ્યો ભાઇ, પુત્રીને કાગળ પર મારી નાખી ?
બનાસકાંઠા અને કચ્છને જોડતો રેલવે વ્યવહાર પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાથી થાય છે. ત્યારે તાલુકાના કોલપુર મહેમદાબાદ ખેડૂતોને રેલવે વ્યવહાર અવરોધ ન થાય તે માટે ફાટક બનાવ્યા છે, તેની સામે વાંધો છે. અવારનવાર ફાટક બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને ખેતર જવામાં ખુબ જ તકલીફ પડે છે અને લાંબો સમય સુધી રાહ જોવી પડે છે. જેના કારણે આજે ખેડૂતોનો રોષ લાવા બનીને ઉછળ્યો હતો. ખેડૂતો મોટા પ્રમાણમાં રેલવેના પાટા પર ઉતરી આવ્યા હતા.
વડોદરામાં સેંકડો દલિતો CAAના સમર્થનમાં ઉમટ્યાં, કહ્યું કાયદાનો વિરોધ એટલે દલિતોના વિરોધ સમાન
ખેડૂતોએ પાટા પર સુઇ જઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. ટ્રેન અટકાવીને ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સમાધાન નહી શોધાતા ખેડૂતોએ કાર્યક્રમ આપ્યો હતો. જો કે ખેડૂતોએ ટ્રેન અટકાવતા ટ્રેનનાં ડ્રાઇવર સહિતના સાથે બોલાચાલી થઇ હતી. જો કે પોલીસને માહિતી મળતા જ તે ઘટના સ્થળે દોડી ગઇ હતી. ખેડૂતોની ટ્રેનનાં ડ્રાયવર સાથે પણ બોલાચાલી થઇ હતી. જો કે પોલીસે દોડી જઇને અટકાયતની કાર્યવાહી કરવાની તૈયારી કરતા ખેડૂતોએ આંદોલન સમેટી લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે