અમદાવાદ: ફટાકડા ફોડવા બાબતે છરી વડે હુમલો કરી આરોપીઓ BMWમાં ફરાર
બીએમડબલ્યુમાં આવેલા લોકોએ ફટાકડા નહી ફોડવાનું કહી યુવકને માર માર્યા બાદ છરી વડે હુમલો કર્યો હતો
Trending Photos
અમદાવાદ : અમદાવાદના ધનાઢ્ય ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નાની અમથી બાબતે યુવક પર છરી વડે હુમલો થયો હતો. 27 ઓક્ટોબર રાત્રે વસ્ત્રાપુરમાં એક યુવક પર છરી વડે હુમલો થયા અંગેની માહિતી મળી હતી. યુવકને ઢોર માર માર્યા બાદ બીએમડબલ્યુમાં આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા. ફરીયાદીએ આરોપી જે ગાડી લઇને ભાગ્યા હતા તે ગાડીનો નંબર પોલીસને પુરાવા તરીકે સોંપ્યો હતો. જો કે આ ગાડી પૂર્વ કોર્પોરેટરની પત્નીનાં નામે હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદ : નારોલમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, 30 ગાડીઓ ઘટના સ્થળે
પોલીસ સુત્રો અનુસાર રુતવ શાહ નામના યુવકે પોલીસમાં ફરિયાદ કરી હતી કે, 27 ઓક્ટોબરના રોજ રાતે પોતાની ભાભી, ફોઇના દીકરા તથા અન્ય મિત્રો સાથે સિંધુભવન રોડ પર આવેલા ટાઇમ્સ સ્કવેર પાસે ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે રોકેટ સામેની વ્યક્તિ પર પડતા તે લોકોએ ફરિયાદીને ફટાકડા નહી ફોડવા માટે જણાવ્યું હતું. જો કે દિવાળી હોઇ અને જાહેર રોડ હોઇ પોતે ફટાકડા ફોડશે તેવું જણાવ્યું હતું. જેના પગલે બીએમડબલ્યુમાં રહેલા લોકો ઉશ્કેરાયા હતા અને તેમણે ફરિયાદીને ઢોર માર માર્યા બાદ ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
સુરત : ઉમરાહ મોકલવાનાં બહાને ટૂર સંચાલક 50 લાખનો ચૂનો ચોપડી રફુચક્કર
ફરિયાદીને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર GJ01-RS-0456 નામની બીએમડબલ્યું હતું. ફરિયાદીએ આપેલા નંબરના આધારે તપાસ કરતા ગાડી સંગીતા પટેલના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું.વસ્ત્રાપુર પીઆઇના જણાવ્યા અનુસાર જો કે પુછપરછ કરતા આરોપી પક્ષે જણાવ્યું કે તેઓ ગાડી લઇને જરૂર પસાર થઇ રહ્યા હતા પરંતુ તેમણે કોઇના પર હુમલો કર્યો નથી કે માર માર્યો નથી. જો કે ફરિયાદી દ્વારા આ લોકો જ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે