હવે વટનો સવાલ! હું ફોર્મ ભરું તો પાઘડી પહેરી જાનૈયા બનીને આવજો, રૂપાલા નહીં કરે પીછેહટ

Parsottam Rupala : રાજકોટથી પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં ઉતર્યા પાટીદારો....મોરબી જિલ્લામાં હેસટેગ આઈ એમ વીથ રૂપાલાનું શરૂ થયું કેમ્પ્યેન....મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ રૂપાલાના સમર્થનમાં બહાર પાડ્યો વીડિયો

હવે વટનો સવાલ! હું ફોર્મ ભરું તો પાઘડી પહેરી જાનૈયા બનીને આવજો, રૂપાલા નહીં કરે પીછેહટ

Rajput Samaj : કહેવાય છે કે માફી માગનાર વીર હોય છે અને માફી આપનાર મહાવીર...પણ  ક્ષત્રિય સમાજ રૂપાલાને કોઈ પણ કિંમતે માફી આપવા માટે તૈયાર નથી ત્યારે વિરોધ આ વંટોળ વચ્ચે રૂપાલાનું પણ દિવસે અને દિવસે વધી રહી છે. અનેક રાજકીય નેતાઓેએ પરસોત્તમ રૂપાલાની પડખે આવ્યા છે. પાટીદારો પણ રૂપાલાના તરફેણમાં છે. ત્યારે પાટીદારોમાં #iamwithrupala હેશટેગ સાથે કેમ્પેઈન શરૂ કરાયું છે. 

એક બે દિવસમાં હું ક્યારે ફોર્મ ભરવાનો છું
પરસોત્તમ રૂપાલાને દિલ્હીની બેઠકમાં ક્લીનચીટ મળી ગયાની ચર્ચા વહેતી થઈ છે. રાજકોટમાં ગઈકાલે પરશોત્તમ રૂપાલાએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે, એક બે દિવસમાં હું ક્યારે ફોર્મ ભરવાનો છું તેની જાહેરાત કરવામાં આવશે. રૂપાલાએ કાર્યકરોને આહવાન કરતા કહ્યું કે, બે કાર્યક્રમમાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનું છે. મૂળ અમરેલીના અને રાજકોટમાં વસતા અમરેલીના લોકોને મારી અપીલ છે. ફોર્મ ભરતી વખતે અમરેલીથી પાઘડી બંધ આવવા કાર્યકરોને મારી અપીલ છે. આસપાસના લોકોને કહેજો કે રૂપાલા સાહેબ આપણા જાણીતા છે તેવુ કહેજો. વધુમાં વધુ લોકોને આ વાત કરજો. મારા પર ઈશ્વરીયા મહાદેવની કૃપા ઉતરી છે મારા માટે અંબરીશ ડેર અહી આવ્યા છએ. અંબરીશ ડેરના પિતા અને મારા વર્ષો જૂના સંબંધો છે. અમરીશ ડેર તો મારી સાથે યુવા મોરચાનો કાર્યકર હતા. રૂપાલા ભાવુક થયા તેવા સમાચાર કોઈ ચેનલમાં ચાલતા હોઈ તો તે ખોટા છે તેની નોંધ લેજો. 

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાને સમર્થન યથાવત
રૂપાલાને પડખે આવ્યો આવ્યો પાટીદાર સમાજ
રૂપાલાને માફ કરવા રાજકીય નેતાઓની કરી અપીલ
ક્ષત્રિયોના વિરોધનો વિપક્ષને મળશે ફાયદો?

 
સોશિયલ મીડિયામાં રૂપાલાને સમર્થન
ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાક દિવસથી રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. રૂપાલા સામે વિરોધનો વંટોળ શાંત નથી થઈ રહ્યો. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. તેમની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે ત્યાં હવે પરશોતમ રૂપાલાનો આ વિવાદ હવે સમગ્ર દેશવ્યાપી બન્યો ગયો છે. રૂપાલાના સમર્થન માટે પાટીદાર સમાજે કેમ્પેઈનનોની શરૂઆત કરી છે. પાટીદાર સમાજના યુવાનોએ હેશટેગ આઈ એમ વિથ રૂપાલાના નામ સાથે સમર્થન જાહેર કર્યું છે. રાજકોટમાં રૂપાલા જ ઉમેદવાર રહેશે તેવા વીડિયો બનાવીને પાટીદાર સમાજના યુવાનો પોસ્ટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ સમર્થનથી રૂપાલાને હાંશકારો થયો છે. રાજકીય નેતાઓએ પણ રૂપાલાનું સમર્થન કરવા અને તેમની સાથે અડખમ રીતે ઉભા રહેવા માટે લોકોને અપીલ કરી છે. 

ઉંઝા ઉમિયાધામ રૂપાલા સાથે 
એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યાં છે ત્યારે ઊંઝા ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ રૂપાલાની પડખે ઉભા રહ્યાં છે. ક્ષત્રિય સમાજના વિરોધનો રાજકોટની બેઠક પર રૂપાલાની જીત નક્કી તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રૂપાલાની પડખે માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ ક્ષત્રિય ઠાકોર, દરબાર સહિત દરેક સમાજ સાથે ઉભા છે. બાબુભાઈ પટેલે ક્ષત્રિય સમાજને ખાનદાની દાખવીને પરસોત્તમ રૂપાલાને માફ કરવા માટે વિનંતી કરી છે. રાજકોટ સીટ પરથી ભાજપ પરશોતમ રૂપાલાને બદલે નહીં તે વાત તો રૂપાલાના પ્રચાર પરથી નક્કી થઈ ગઈ છે. 

રૂપાલાના તરફેણમાં બોલ્યા રૂપાણી
પરશોતમ રૂપાલાએ 2 વખત માફી માગ્યા છતાં પણ ક્ષત્રિય સમાજ પોતાના નિર્ણય પણ અડગ રહ્યો છે. ત્યારે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવે રૂપાલાના સમર્થનમાં આવ્યા છે.. ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને  રૂપાલાને માફ કરવા માટે અપીલ કરી છે. ભાજપની ગઢ કહેવાતી રાજકોટની બેઠક પર ચૂંટણી પ્રચાર પણ રૂપાલાએ શરૂ કરી દીધો છે. જાહેરમાં માફી માગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજના સતત રોષને લઇ હવે રૂપાલાએ ક્ષત્રિય સમાજને અનોખી રીતે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રચારમાં લાગી જવું એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ દબાણ સામે ઝૂકવા માટે તૈયાર નથી. 

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોતમ રૂપાલાએ પોતાની ઉમેદવાર એક બે દિવસમાં ભરવાની જાહેર કરી દીધી છે. પરસોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે ક્ષત્રિયોના પડખે આવીને કોંગ્રેસ પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરી રહી છે. તો હવે રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો અને પાટીદારોની લડાઈ ન બની જાય તે પણ જોવું પડશે. હવે જોવાનું રહેશે કે આ મુદ્દામાં આગળ શું થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news