ઈલેક્ટ્રીક ગાડીમાં કેવી રીતે લાગે છે આગ, ઈ-બાઈક વાપરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

Fire In Electric Vehicle : બનાસકાંઠામાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઈકમાં આગ લાગી હતી, બેટરીથી ચાલતા વાહનોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા 
 

ઈલેક્ટ્રીક ગાડીમાં કેવી રીતે લાગે છે આગ, ઈ-બાઈક વાપરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ભારતમાં વધતા પદૂષણ ઘટાડવા માટે માર્કેટમાં ઈ વહીકલો આવ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં બેટરીથી ચાલતી જોઈ કંપનીની સ્કુટીની બેટરીમાં ચાજિંગ સમયે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેનાથી ચોતરફથી અફડાતફરી મચી હતી. જોકે ચાર્જિંગ દરમિયાનના બેટરી ફૂટી હોવાથી તેની નજીક કોઈ ન હોવાથી નસીબ જોગે જાનહાનિ ટળી હતી. પરંતુ આવા બેટરીથી ચાલતા વાહનો કેટલા સુરક્ષિત છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

બોમ્બની જેમ ફાટી બાઈક
ડીસાના બજરંગ નગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ માળીએ દોઢ વર્ષ પહેલાં 76 હજાર રૂપિયાની કિંમતની જોય કંપનીની ઈ-બાઈક ખરીદી હતી. આ ઈ-બાઇકની સ્પીડ 35 થી વધુ નથી અને ઇંધણની બચત થતી હોય તેવો એ કંપનીમાં વિશ્વાસ કરી આ ઇ-બાઈક ખરીદી હતી. જોકે મહેશભાઈ માળીની દીકરી કામ અર્થે જવાનું હોય, ઈ-બાઇક સ્ટાર્ટ કરતા તેની બેટરી ડિસ્ચાર્જ થવા લાગી હતી. જેથી આ દીકરીએ બેટરી ચાર્જિંગમાં મૂકી હતી.

જોકે ચાર્જિંગ દરમિયાન બોમ્બ ફાટ્યો હોય તે રીતે આ બેટરી બ્લાસ્ટ થઈ હતી. તેથી આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને રાહત મદદ પહોંચાડી આગ પર કાબૂ મેળવ્યો હતો. 

સમયાંતરે ઈ-બાઈકનું ટેસ્ટીંગ થાય 
ઘરના માલિક મહેશભાઈ માળી કહે છે કે, ઘરની ગેલેરીમાં જ બાઈકમાં આગ બનાવ બન્યો હતો. આ ઘટનાને લઈને ઈ-બાઈકના માલિકે કહ્યું હતું કે, સદનસીબે બેટરી ચાર્જિંગમાં હતી અને આ ઘટના બની હતી. જો મારી દીકરી ઈ-બાઇક લઈને નીકળી હોત અને રસ્તામાં ચાલુ ઈ-બાઈકે બેટરી ફાટી હોત તો કદાચ અમે મારી દીકરી ગુમાવી દીધી હોત માટે હું આવા ઇ-બાઇકોને જીવતા બૉમ્બ ઘણી રહ્યો છું જોકે આ બાબતે મેં કંપનીને જાણ કરી છે અને જો આવી હલકી અથવા ખરાબ બેટરીઓ જો ગ્રાહકોને આપી હોય તો એ બદલી દેવાની તેમજ સમય અંતરે આવા ઇ-બાઇકોનું ટેસ્ટિંગ થાય તેવી માંગ કરી છે.

બેટરીનો ધમકો ખુબજ ભયંકર હતો, સદનસીબે જાનહાની ટળી છે 
ડીસામાં મહેશભાઈએ જ્યાંથી ઈ-બાઇક ખરીદ્યું હતું, તે શો રૂમ બંધ થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આ પ્રકારની ઈ બાઈકમાં લિથિયમ-આયન બૅટરી અથવા લિ-આયન તરીકે વધુ જાણીતી બૅટરી ઉપયોગમાં લેવાય છે. તે આજે ઉપયોગમાં લેવામાં આવતી બૅટરીના સૌથી સામાન્ય પ્રકારોમાંથી એક છે. આ બૅટરીનો ઉપયોગ મોબાઇલ ફોન અને લૅપટૉપ જેવા લગભગ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં કરવામાં આવે છે.

લિ-આયન બૅટરી તેમની ટકાઉક્ષમતા અને લાંબી લાઇફ સાઇકલને કારણે પસંદ કરવામાં આવે છે. જો કે, ઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું પણ જાણવામાં આવ્યું છે.

લિ-આયન બેટરીમાં એક લિક્વિડનો, જે એક પ્રકારનું ઈલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ છે. તેનો ઉપયોગ થાય છે. તેની અત્યંત જ્વલનશીલ પ્રકૃતિને કારણે, આ પ્રવાહી ઊંચા તાપમાને વ્યાપ પામે છે. જે બૅટરીના આયુષ્ય પર અસર કરે છે. આને કારણે બૅટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે. બૅટરીની સમસ્યાઓને કારણે ઇ-બાઇક્સમાં આગ લાગવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. ત્યારે આજનો આ કિસ્સો ઈ બાઈક વાપરતા લોકો માટે લાલબત્તી સમાન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news