કોવિડ હોસ્પિટલોમાં રાત્રે ત્રાટકશે ફાયર વિભાગ !, ટીમો તૈયાર રાખવા સૂચના

ભરૂચમાં કોવિડ હોસ્પિટલનાં અગ્નિકાંડનાં પડઘા રાજકોટમાં પડ્યા છે. રાજકોટ મનપાનાં ફાયર વિભાગે તમામ કોવિડ હોસ્પિટલોમાં ચેકીંગ કરવાની તૈયારી આરંભી છે. અગાઉ પણ અનેક કોવિડ હોસ્પિટલોમાં આગની દૂર્ઘટના ઘટી છે.

કોવિડ હોસ્પિટલોમાં રાત્રે ત્રાટકશે ફાયર વિભાગ !, ટીમો તૈયાર રાખવા સૂચના

ગૌરવ દવે/ રાજકોટ : ભરૂચમાં ગઈકાલે કોવિડ હોસ્પિટલમાં ભિષણ આગ લાગતાં કોરોનાના 18 દર્દી કાળનો કોળીયો બનતા જ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. ઉદય કોવિડ હોસ્પિટલની આગ હજૂ ભુલાય નથી. તંત્ર ફાયર સેફ્ટી મુદ્દે કડકાઇ દાખવશે. ફરી એક વખત કોવિડ હોસ્પિટલોમાં ચેકીંગ ઝૂંબેશ શરૂ કરવા માટે ટીમ તૈયાર કરી છે. આવતીકાલથી શહેરની તમામ કોવિડ હોસ્પિટલોમાં રાત્રીના સમયે ફાયર વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને આઈસીયુમાં ચેકીંગ હાથ ધરવામાં આવશે.

ભરૂચમાં કોવિડ હોસ્પિટલનાં અગ્નિકાંડનાં પડઘા રાજકોટમાં પડ્યા છે. રાજકોટ મનપાનાં ફાયર વિભાગે તમામ કોવિડ હોસ્પિટલોમાં ચેકીંગ કરવાની તૈયારી આરંભી છે. અગાઉ પણ અનેક કોવિડ હોસ્પિટલોમાં આગની દૂર્ઘટના ઘટી છે. જે રાત્રીના સમયે બનતી હોય રાત્રી દરમિયાન હોસ્પિટલોમાં ક્યા પ્રકારની સુવિધા હોવી જોઈએ તેમજ ક્યા પ્રકારના પગલાઓ લેવા જોઈએ તે સહિતની વિગત એકઠી કરવા અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો સહિતના મુદ્દે ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવશે. 

આઇ.સી.યુ વોર્ડમાં ખાસ ચેકિંગ થશે
રાજકોટ મનપાનાં ફાયર બ્રિગ્રેડ વિભાગનાં અંગત સુત્રોનાં જણાવ્યા મુજબ, મુખ્યત્વે વેન્ટીલેટર ઉપર હોય તે પ્રકારના દર્દીના આઇ.સી.યુ વોર્ડમાં ખાસ ચેકીંગ કરાશે. હોસ્પિટલોમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કીટના કારણે આગ વધુ લાગતી હોય ફાયર વિભાગ દ્વારા ઈલેકટ્રીક લાઈન તેમજ તેના ઉપકરણોની પણ ચકાસણી કરવામાં આવશે. આવતીકાલથી રાત્રીના સમયે ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news