નવા વર્ષે ગુજરાતભરમા આગ લાગવાના અસંખ્ય બનાવ બન્યા, કાલોલની આગથી તંત્ર દોડતુ થયું હતું
Trending Photos
- રણોલી GIDCમાં આવેલ પેટ્રો કેમિકલ મટીરિયલના ગોડાઉનમાં આગ લાગતા ચારેતરફ અફરાતફરી સર્જાઈ હતી.
- કાલોલના અડાદરા ગામે ઓઇલની દુકાનમાં આગ ફાટી નીકળેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
ઝી મીડિયા/બ્યૂરો :દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી લોકો આતશબાજી સાથે કરતા હોય છે. લોકો આનંદ અને ઉમંગ માટે ફટાકડા ફોડતા (crackers ban) હોય છે. પણ ક્યારેક આ જ ફટાકડા જોખમી સાબિત થતા હોય છે. નવા વર્ષ પર ફટાકડાથી આગ (fire) લાગવાના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતભરમાં આગના બનાવો સામે આવ્યા છે. વડોદરા, કલોલ, મોરબી, જેતપુરમાં આગના બનાવ બન્યા છે. જોકે, તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
- બનાવ-1
વડોદરાની રણોલી GIDCમાં આવેલ ગોડાઉનમાં આગ લાગી હતી. પેટ્રો કેમિકલ મટીરિયલના ગોડાઉનમાં આગ લાગતા ચારેતરફ અફરાતફરી સર્જાઈ હતી. આગ વચ્ચે થઈ રહેલા ધડાકાઓને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જોકે, તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની 8 ટીમોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો : સુરત ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર
- બનાવ-2
પંચમહાલના કાલોલના અડાદરા ગામે ઓઇલની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. ભૂમિ ટ્રેડર્સ નામની ઓઈલની દુકાનમાં લાગી આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનમાં ઓઇલનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વધુ વિકરાળ બનેલી સ્થિતિને લઈ જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કાલોલ, હાલોલ અને ગોધરાની ફાયર ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યુ નથી. પંરતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
- બનાવ-3
મોરબી નજીકના ભડીયાદ પાસે ભંગારના ડેલામાં આગ ફાટી નીકળી હતી. ફટાકડાનો તણખો પડવાથી ભંગારના ડેલામાં મોટી આગ લાગી હતી. જોકે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નહિ, પરંતુ મોટું નુકશાન હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો : CM રૂપાણીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવીને કહ્યું, કોરોનાની રસી ન આવે ત્યા સુધી ઢીલાશ ન રાખો
- બનાવ-4
રાજકોટના જેતપુરના સુરજ વાડી પાસે ફટાકડાને કારણે વાડીની બાજુમાં આવેલ ઝૂંપડામાં આગ લાગી હતી. આ આગમાં અંદર રહેતા પરિવારની તમામ ઘરવખરી બળીને નાશ પામી હતી. જેતપુર ફાયર ફાયટરે તાત્કાલિક પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. ફાયર ફાઈટરની કામગીરીને હિસાબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે