ગુજરાતમાંથી પ્રથમ વખત ઝડપાયા માઓવાદી,સરકાર ઉથલાવવાનું હતું ષડયંત્ર ATS ને મોટી સફળતા
ગુજરાતમાં પ્રથમ વાર માઓવાદીઓ ઝડપાયાની ઘટના બની છે. ગુજરાત એટીએસ દ્વારા ગુપ્ત બાતમી અને ટેક્નીકલ સર્વેલન્સનાં આધારે તાપી જિલ્લામાંથી 3 માઓવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે. એટીએસ દ્વારા તમામને ઝડપી લઇને વિસ્તૃત પુછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે.
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ : ગુજરાતમાં પ્રથમ વાર માઓવાદીઓ ઝડપાયાની ઘટના બની છે. ગુજરાત એટીએસ દ્વારા ગુપ્ત બાતમી અને ટેક્નીકલ સર્વેલન્સનાં આધારે તાપી જિલ્લામાંથી 3 માઓવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે. એટીએસ દ્વારા તમામને ઝડપી લઇને વિસ્તૃત પુછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે.
ઝડપાયેલા સામુ ઓરૈયા (ઝારખંડ), બિરસા ઓરિયા (ઝારખંડ) અને બબીતા કછપ (ઝારખંડ) ને ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી માઓવાદીઓને લગતી ઉશ્કેરણીજનક સામગ્રી પણ મળી આવી છે. આ ઉપરાંત લેપટોપ અને ફોન સહિતની અન્ય સામગ્રી પણમળી આવી છે. જેમાં પણ અનેક વિવાદિત પોસ્ટ સહિતની સામગ્રી મળવાની શક્યતા છે.
ઝડપાયેલા ત્રણેય વ્યક્તિઓ દ્વારા સરકારને ઉથલાવી પાડવાનું મોટુ કાવત્રું રચી રહ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આદિવાસી સમાજને ઉશ્કેરીને તેઓ સરકાર વિરુદ્ધ અસંતોષની આગ પ્રગટાવવા માંગતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો ત્રણેયને ઝડપીને વિસ્તૃત પુછપરછ કરવા માટે કાયદેસરની કાર્યવાહી એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મુળ ઝારખંડનાં રહેવાી આ ઇસમો 2014થી જ ગુજરાતમાં રહેતા હતા. ઝારખંડમાં ચાલી રહેલા પથ્થલગડી આંદોલનને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઝારખંડ પોલીસ વાંચ્છીતોની યાદીમાં પણ આ લોકો સામેલ હતા. ગુજરાત એટીએસ દ્વારા આ ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા છે.
છેલ્લા 6 વર્ષથી સતત આવન જાવન અને શંકાસ્પદ વર્તણુંકના કારણે એટીએસ દ્વારા તેમના પર ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યો હતો. માહિતી પાક્કી હોવાનું સામે આવ્યા બાદ દરોડો પાડીને તમામને ઝડપી લેવામાં આવ્યા હતા.
તમામ લોકો આદિવાસી સમાજનાં સતપથી સમુદાયમાં પથ્થરગડી વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા હતા. આ વિચારધારા વધારે ફેલાય તે માટે નાણા પણ એકત્રીત કરી રહ્યા હતા. તેઓ આ વિચારધારા દ્વારા સરકાર વિરુદ્ધ તિરસ્કાર પેદા કરીને સરકાર ઉથલાવી પાડવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. સરકાર વિરુદ્ધ બળવો પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે