PAYTM KYC અપડેટ કરવાના નામે છેતરપિંડી, અમદાવાદમાં મોટા રેકેટનો પર્દાફાશ


પેટીએમ કેવાયસીના નામે ભારતના અનેક રાજ્યોમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ 200 લોકો સાથે છેતરપિંડી કરવાનું સામે આવ્યું છે. 

PAYTM KYC અપડેટ કરવાના નામે છેતરપિંડી, અમદાવાદમાં મોટા રેકેટનો પર્દાફાશ

મૌલિક ધામેચા, અમદાવાદ:  ટેક્નોલોજીનો જેટલો વ્યાપ વધી રહ્યો છે તેની સામે ઓનલાઇન ગુનાઓ અને છેતરપિંડીઓની ઘટનામાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે. પેટીએમ એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવાના બહાને સોફ્ટવેર ઇન્સટોલ કરીને છેતરપિંડીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભારતમાં પ્રથમ વખત અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. ભારતના અનેક રાજ્યોમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ 200 લોકો સાથે છેતરપિંડી કરવાનું સામે આવ્યું છે. 

આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, કોલ સેન્ટરમાં કામ કરતા યુવકને ત્યાં રેડ પાડીને 3 લેપટોપ,, સીમ બોક્સ, કાર અને બાઇક કબજે કરવામાં આવ્યા છે. તેઓ હેલ્પલાઇનના નંબર સાથેનો ફેક મેસેજ PAYTM KYC કરવાના બહાને મોબાઈલ યૂઝરોને મોકલતા હતા. ઝડપાયેલા યુવકો પાસેથી ઓનલાઇન વોલેટ અને 8 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. રાજ્યની બહાર પણ આઠ રાજ્યોમાં મોબાઇલ યૂઝરોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. 

USના નાગરિકો સાથે છેતરપિંતી કરનાર વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું

આ ઘટનાના આરોપી સોહેલ ખાન પઠાણ પાસેથી બે મોબાઇલ, ત્રણ લેપટોપ, 3 સીમ બોક્સ, 39 સીમકાર્ડ, 1 કાર, 1 બાઇક, 2 દુકાનો સહિત 58 લાખનો રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. છેતરપિંડી કરનારા લોકોએ ખોટા નંબરને હેલ્પલાઇન દેખાડીને બિહાર, ઝારખંડ, વેસ્ટ બંગાળ જેવા રાજ્યોમાં પણ મેસેજ મોકલ્યા હતા. સોહેલ બે વર્ષથી આ કામ કરતો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news