આવતી કાલથી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા માણી શકાશે અમદાવાદનો આકાશી નજારો, ટિકિટ માત્ર...

એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આવતી કાલે 1 જાન્યુઆરી 2022થી ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે હેલીપેડથી હેલિકોપ્ટર જોય રાઇડ્સની શરૂઆત કરવામાં આવી છે. આ જોયરાઇડ્સનું ઉદ્ધાટન 1 જાન્યુઆરી, 2022 ના રોજ સાંજે ચાર વાગ્યે રિવરફ્રન્ટ હેલીપેડ ખાતે ગુજરાત નાગરિક ઉડ્યન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. આ રાઇડ્સ દરમિયાન દર શનિવારે બપોરે અને રવિવારે સવારે માણી શકાશે. 
આવતી કાલથી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા માણી શકાશે અમદાવાદનો આકાશી નજારો, ટિકિટ માત્ર...

અમદાવાદ : એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આવતી કાલે 1 જાન્યુઆરી 2022થી ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે હેલીપેડથી હેલિકોપ્ટર જોય રાઇડ્સની શરૂઆત કરવામાં આવી છે. આ જોયરાઇડ્સનું ઉદ્ધાટન 1 જાન્યુઆરી, 2022 ના રોજ સાંજે ચાર વાગ્યે રિવરફ્રન્ટ હેલીપેડ ખાતે ગુજરાત નાગરિક ઉડ્યન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. આ રાઇડ્સ દરમિયાન દર શનિવારે બપોરે અને રવિવારે સવારે માણી શકાશે. 

આ અંગે કેટલાક નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. દરેક રાઇડમાં 5 મુસાફરો બેસી શકશે. રાઇડનો સમય 9 મિનિટ જેટલો રહેશે. આ રાઇડની કિંમત મુસાફર દીઠ 2360 રૂપિયા રહેશે. જોયરાઇડ રિવરફ્રન્ટ હેલીપેડથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી જઇને રિવરફ્રન્ટ ખાતે પરત ફરશે. જોઇરાઇડ માટે અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સિટી ખાતે અને ત્યાંથી પરત ફરશે. આ રૂટ જાન્યુઆરી, 2022 થી શરૂ થશે. રાઇડ્સનું શિડ્યુલ એરોટ્રાન્સની વેબસાઇટ પરથી બુક કરી શકાશે.

જો તમે પણ આ રાઇડનો આનંદ માણવા માગતા હો તો આ વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશો. (https://booking.aerotrans.in) રાઇડનું શિડ્યુલ એરોટ્રાન્સ વેબસાઇટ તથા ગુજરાત સરકારની વેબ પોર્ટલ પર પ્રસિદ્ધ થશે. ભારતમાં સૌપ્રથમ વખત લોકો આટલા કિફાયતી દરે હેલિકોપ્ટર જોયરાઇડ્સનો અનુભવ લઇ શકાશે. જો કે હાલ આ એરોટ્રાન્સ મેનેજમેન્ટ કોરોનાના સંક્રમણની હાલની સ્થિતિથી ચિંતિત છે. આ સર્વિસની કામગીરી અંગે એરોટ્રાન્સ દ્વારા આગમચેતીરૂપે પગલા લેવાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news