Gandhi Jayanti : પોરબંદરમાં જન્મસ્થળ પર બાપુને અપાઈ શ્રદ્ધાંજલિ, તો ગાંધી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના સભા થઈ
Gandhi Jayanti 2022 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર પહોંચી બાપુને આપી શ્રદ્ધાંજલિ... ગાંધી જન્મસ્થળ કીર્તિમંદીર ખાતે પ્રાર્થના સભામાં આપી હાજરી...
Trending Photos
અજય શીલુ/પોરબંદર :આજે વિશ્વફલક ઉપર અહિંસાનું મહત્વ સમજાવનારા અને દેશને આઝાદી અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજનારા બાપુની જન્મજ્યંતિ છે. આજે આખો ભાર દેશ મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ ઉજવશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતાને રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી છે. તો સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પહોચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. રાજઘાટ પર આજે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ અને કર્મભૂમિ પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભુપેુન્દ્ર પટેલે હાજરી આપી.
પોરબંદર એટલે ગાંધી બાપુનું જન્મસ્થળ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 153મી જન્મ જયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કીર્તિમંદિર પહોંચ્યા હતા. ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદીર ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરાયુ હતું. દર વર્ષની પરંપરા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યાં. તો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પોરબંદરના ધારાસભ્ય તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યાં. પ્રાર્થનાસભામાં હાજરી બાદ મુખ્યમંત્રીએ સિટી બસ સેવાને લીલીઝંડી આપી. તેમજ મુખ્યમંત્રી ખારવા સમાજની મઢી ખાતે આગેવાનો સાથે પણ મુલાકાત કરશે.
તો બીજી તરફ, અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પણ સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. કેરળના રાજ્યપાલ આરીફ મોહંમદની હાજરીમાં તેમજ સર્વ ધર્મના અગ્રણીઓ દ્વારા પ્રભુની પ્રાર્થના કરવામાં આવી.
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ગાંધીજયંતિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી. આ ગાંધી જયંતિ વધુ વિશેષ છે કારણ કે ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. બાપુના આદર્શો પર હંમેશા જીવતા રહો. હું તમને ગાંધીજીને શ્રદ્ધાંજલિ રૂપે ખાદી અને હસ્તકલા ઉત્પાદનો ખરીદવાની પણ વિનંતી કરું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે