મજૂરી કામ કરતા ગુજરાતી યુવકને મળી 1.96 કરોડની GST નોટિસ; તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
પાટણના દુદખા ગામે રહેતા અને મજૂરી કામ કરતાં યુવકને 1.96 કરોડનો જીએસટી ભરવાની નોટિસ મળતાં પરિવાર ચોંકી ઉઠ્યું હતું. કર્ણાટકના બેંગલુરુ જીએસટી વિભાગની નોટિસ મળતાં છેતરપિંડી સામે આવી હતી. બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. અલગ અલગ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓના નામે કરોડોનું ટર્ન ઓવર ખૂલ્યું હતું.
Trending Photos
ઝી બ્યુરો/પાટણ: પાટણમાં સામાન્ય વર્ગના યુવકને GST વિભાગની કરોડો રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળતા યુવકના પરિવારજનો નાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પાટણના સમી તાલુકામા આવેલ દુદખા ગામનો વતની અને અમદાવાદની ચાણક્યપુરી સોસાયટીમાં ભાડે રહેતા સુનીલ સથવારા (દલવાડી) નામના સામાન્ય પરિવારના યુવકને બેંગલુરુ GST વિભાગની રૂપિયા 1.96 કરોડના ટેક્ષ ભરવાની નોટીસ મળી છે.
શું છે સમગ્ર મામલો?
યુવાન પાટણ જિલ્લાના સમી તાલુકાના દૂધખા ગામનો વતની છે. જે હાલમાં અમદાવાદની ચાણક્યપુરી સોસાયટીમાં રહે છે. યુવાન મિસ્ત્રી કામ કરી પોતાનો ઘરનો ગુજરાત ચલાવે છે. મહિને 16 થી 17 હજાર રૂપિયા કમાઈ પોતાના પરિવારનો જતન કરે છે, જ્યારે આ યુવાનને એકાએક બેંગલોરથી એક જીએસટી વિભાગની નોટિસ મળે છે, જે 5,10 કે 25 હજાર નહીં પરંતુ 1.96 કરોડની જીએસટીની નોટિસ મળે...આટલી મોટી રકમની નોટિસ જોતા જ યુવાનના પગ નીચેથી જમીન ખસી જાય છે. હવે શું કરું શું ના કરું તેવી પરિસ્થિતિ સુનિલની હતી.
આખરે સુનિલ એક વકીલ પાસે જાય છે, જ્યાં એ નોટિસ એ વકીલને બતાવે છે જ્યારે વકીલ દ્વારા કે જીએસટી નંબર ઓનલાઈન તપાસ કરતા ચોંકાવનારી વાત સામે આવે છે. જેમાં સુનિલ સથવારાને મળેલી નોટિસ ફક્ત એક જ કંપનીની જીએસટીની હતી, જ્યારે આ સુનિલના નામે એક નહીં બે નહીં પણ 11 જેટલી કંપનીઓ ચાલે છે. જે દેશના અલગ અલગ રાજ્યોમાં છે. જેમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં, અરુણાચલ પ્રદેશના અંજાવ હવાઈમાં, અરુણાચલ પ્રદેશના પાપુમમાં, મણીપુર ,ત્રિપુરા મહારાષ્ટ્રના નાગપુર, કર્ણાટકા, તમિલનાડુ અને અંડમાર અને નિકોબાર જેવી જગ્યાએ આ યુવાનના નામની કંપનીઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે.
યુવાનના નામના બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરી હોવાનું જણાતા ભોગ બનનાર યુવકના પરીવારે ગૃહવિભાગ અને ક્રાઇમબ્રાંચમાં રજૂઆત કરી છે. સુનીલ સથવારા નામના આ યુવકના નામે દેશના અલગ અલગ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓના નામે કરોડોનુ ટર્ન ઓવર થયાનું સામે આવતા હાલતો આ યુવક તેના પરિજનો ગાંધીનગર ક્રાઇમબ્રાંચમાં રજૂઆત પણ કરી છે. તેમજ અન્ય કોઈ સાથે આ પ્રકારની છેતરપિંડી નાં થાય તે માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે