ગુજરાતના ગૃહરાજ્યમંત્રી કોણ હર્ષ સંઘવી કે 'અલ્પેશ સંઘવી'. ભાજપના આ નેતાની જીભ લપસી
Gujarat Assembly: ગૃહમંત્રી હર્ષ સંઘવીને અલ્પેષ ઠાકોરે 'અલ્પેશ સંઘવી' તરીકે સંબોધ્યા હતા. અલ્પેશ ઠાકોરે ગૃહરાજ્યમંત્રી સાથે પોતાનું નામ જોડતા ગૃહમાં સન્નાટો છવાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે રમૂજમાં ટકોર કરી કે હવે બહુ બોલ્યા આવતા સત્રમાં હવે બાકીનું બોલજો.
Trending Photos
Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે ગૃહ વિભાગની બજેટ માંગણીઓ પર જવાબ આપતા ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક મોટી ભૂલ કરી નાંખી હતી, જેના કારણે ગૃહમાં કુતુહલ સર્જાયું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીને અલ્પેષ ઠાકોરે 'અલ્પેશ સંઘવી' તરીકે સંબોધ્યા હતા. અલ્પેશ ઠાકોરે ગૃહરાજ્યમંત્રી સાથે પોતાનું નામ જોડતા ગૃહમાં સન્નાટો છવાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે રમૂજમાં ટકોર કરી કે હવે બહુ બોલ્યા આવતા સત્રમાં હવે બાકીનું બોલજો.
નોંધનીય છે કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જનતાની સુરક્ષા વિશે ગૃહમાં વાત કરતા જણાવ્યું હતું કે હવેથી રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માત્ર એક ફોનથી પોલીસ તાત્કાલિક પહોંચશે. પોલીસનો ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારની સ્પેશ્યલ એક્શન ફોર્સ SAFની રચના કરાશે. આ સિવાય રાજ્ય સરકાર નવી ફોર્સ ઉભી કરશે.
ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. જી હા... હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં પહોંચશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે.
પોલીસ વિભાગ નવા વાહનોની ખરીદી કરશે
ગુજરાતમાં નવા પોલીસ સ્ટેશનો ઊભા થયા છે, તેના માટે પણ વાહનોની ખરીદી કરવામાં આવનાર છે, જે પેટે બજેટમાં 8.83 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્ય સરકાર નવા 1100 વાહનો ખરીદશે. રાજ્યના પોલીસ વિભાગમાં કેન્દ્ર સરકારની વાહન સ્ક્રેપિંગની નીતિને અનુસરીને સ્ક્રેપ થયેલા વાહનોની સામે નવા વાહનો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટે નાણાંકીય વર્ષ 2024-25માં 24.82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે