જંત્રીની મડાગાંઠ : રાજ્યના બિલ્ડરોને CM ઓફિસનો ધક્કો પડ્યો કે મળી સફળતા, જાણી લો ભૂપેન્દ્ર પટેલે શું આપ્યો જવાબ
Jantri Rates In Gujarat : જંત્રીના દરમાં વધારા મામલે બિલ્ડરોની મુખ્યમંત્રી સાથે બેઠક... ક્રેડાઈ-ગાહેડ બિલ્ડર એસોસિયેશન આવેદનપત્ર આપશે... બિલ્ડરોએ સરકાર પાસે 3 મહિનાના સમયની કરી છે માગણી.. બિલ્ડરો તો ઠીક, પણ સરકારી ઓફિસોમાં આવેલા નાગરિકો પણ અટવાયા
Trending Photos
Jantri Rates In Gujarat હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં જંત્રીના ભાવમાં ડબલ વધારો કરતા રાજ્યભરના બિલ્ડરના પગ તળેથી જમીન ખસી ગઈ છે. ત્યારે જંત્રીના દરમાં થયેલા વધારા મામલે બિલ્ડરો CMને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. જંત્રી દર મામલે બિલ્ડરો મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યસચિવ રાજ કુમાર પણ હાજર રહ્યા હતા. જંત્રીના દર વધતા બિલ્ડરોમાં ચિંતા વધી છે. જેથી બિલ્ડરોએ સરકાર પાસે ત્રણ મહિનાનો સમય માંગ્યો છે. તો બીજી તરફ, આજથી ગુજરાતભરની સરકારી કર્મચારીઓમાં જંત્રીના કામ માટે આવેલા લોકો અટવાયા છે. અનેક ઓફિસોની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડી રહ્યો છે, જેથી કોઈ હોબાળો ન થાય.
જંત્રીમાં કરવામાં આવેલા વધારાના પગલે ક્રેડઈ ના હોદ્દેદારો મુખ્યમંત્રી સાથે બેઠક કરવા પહોંચ્યા હતા. તમામ હોદ્દેદારોનું માનવું છે કે જયંતિ નો એકાએક કરવામાં આવેલો ભાવ વધારો અસહ્ય છે. ક્રેડાઈના પ્રમુખનું માનવું છે કે આ ભાવ વધારાથી સો ટકા જ નહીં પણ સાડી ત્રણસો ટકા જેટલી અસર બાંધકામ ઉદ્યોગને પડશે. જો સરકાર આ ભાવ વધારો પાછો નહીં ખેંચે તો આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી સાથેની બેઠક માં 1 મે 2023 થી નવી જંત્રીના અમલ માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનો ક્રેડાઈએ દાવો કર્યો છે. બિલ્ડરોએ 33% ના ધોરણે જંત્રીમાં વધારો કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જે લોકોને ટોકન અપાઈ ગયા છે તે લોકો જૂની જંત્રીના આધારે જ દસ્તાવેજ કરી શકશે તેવો ક્રેડાઈએ સૂચવ્યું છે. ક્રેડાઈએ મીટિંગ બાદ જણાવ્યું કે, જંત્રીના મુદ્દે રાજ્ય સરકાર એક કે બે દિવસમાં નિર્ણય લેશે.
આ પણ વાંચો :
ઓફિસની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજ્યમાં જંત્રીના દર ડબલ થવાનો મામલે રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર કચેરી પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. જંત્રીના દર ડબલ થવાના નિર્ણયનો વિરોધની શકયતાના પગલે બંદોબસ્ત ગોઠવાયો છે. કચેરીએ દસ્તાવેજ માટે આવનારા લોકોમાં અસમંજસ જોવા મળી છે. નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ થશે કે જુની જંત્રી પ્રમાણે તેને લઇને મૂંઝવણ છે. જો ચાર ફેબ્રુઆરી કે તે પહેલાં બંને પક્ષો એટલે કે મિલ્કત ખરીદનાર અને વેચનારે સહી કરી હોય અને મોડામાં મોડા 6 તારીખ સુધી સ્ટેમ્પ મેળવ્યો હોય તો તેને જુની જંત્રી પ્રમાણે દસ્તાવેજ થશે. સહી કર્યાના ચાર માસની અંદર મિલકત ખરીદનાર અને વેચનારે સબ રજીસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણી કરાવવાની રહે.
વડોદરા શહેરના સબ રજીસ્ટ્રાર કચેરીમાં આજથી નવી જંત્રીનો અમલ શરૂ થયો છે. નવા જંત્રીનો અમલ શરૂ થતાં જ લોકોને વધુ નાણાં ચૂકવવાનો આવ્યો વારો છે. રામકૃષ્ણ પ્રસાદ નામના વ્યક્તિ દસ્તાવેજ નોંધણી માટે અકોટા સબ રજીસ્ટ્રાર કચેરીમાં આવ્યા હતા. અગાઉ 1.50 લાખ દસ્તાવેજ માટે ભર્યા, હવે અધિકારીઓએ વધુ 1.50 લાખ ચૂકવવા આદેશ કર્યો છે. ત્યારે તેઓએ મિત્રો પાસેથી ઉછીના નાણાં લઈને દસ્તાવેજ કરાવના રૂપિયા ભેગા કર્યા. વડોદરામાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં કર્મચારી અને લોકો વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જંત્રીનો ભાવ બમણો કરાતા આજે અનેક દસ્તાવેજો અટવાઈ પણ જશે. સબ રજીસ્ટ્રારે આ મામલે કહ્યું કે, જેમને 4 ફેબ્રુઆરીએ સ્ટેમ્પ ખરીદ્યો હશે એમને જૂની જંત્રી પ્રમાણે જ દસ્તાવેજ કરી આપવામાં આવશે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે