ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ બેઠકોના પરિણામ આવી ચુક્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેચ ટાઇ રહી હતી બંન્નેને 3-3 બેઠકો મળી હતી, જો કે ભાજપનો વોટશેર ઘટ્યો હતો અને કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો થયો હતો

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત

અમદાવાદ : અમદાવાદ : 21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની 6 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ આજે (24 ઓક્ટોબર)ના રોજ આવી ચુક્યું છે. જેમાં ત્રણ ત્રણ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોની જીત થઇ હતી. હાલમાં મળેલા સમાચારો અનુસાર ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવારની 20 હજારથી પણ વધારે મતોથી જીત થઇ ચુકી છે. ભાજપે ખેરાલુ અજમલજી ઠાકોર, અમરાઇવાડી જગદીશ પટેલ અને લુણાવાડા જીગ્નેશ સેવકની બેઠકો કબ્જે કરી છે. આ તમામ બેઠકો ભાજપની પરંપરાગત બેઠકો હતી. જ્યારે કોંગ્રેસના ગુલાબ સિંહ રાજપુત થરાદથી, રાધનપુરથી રઘુ દેસાઇ અને બાયડથી જશુ પટેલની જીત થઇ. ઉપરાંત પક્ષ પલટો કરીને બાયડ સીટ પર લડનારા ધવલ સિંહ ઝાલાનો પરાજય થયો હતો.

મને જે સીટની જવાબદારી સોંપાઇ હતી તેમાં ઉમેદવારનો ભવ્ય વિજય થયો: નીતિન પટેલ
જ્યારે રાધનપુર વિધાનસભા ક્ષેત્ર પરથી અલ્પેશ ઠાકોરનો પણ પરાજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંન્નેની રાજનીતિક કદ ખુબ જ મોટુ માનવામાં આવતું હતું. આ ઉપરાંત આ બંન્ને સીટો તેમના માટે સેફ ઝોન માનવામાં આવતી હતી. જો કે છેલ્લા ઘણા સમયથી બંન્નેના વાણી વિલાસ ઉપરાંત જાતીવાદી ફેક્ટર અને પક્ષપલટાનું ફેક્ટર સહિતનાં વિવિધ પરિબળોના પગલે બંન્ને કદ્દાવર નેતાઓના પરાજય થયા હતા. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને હરાવનાર કોંગ્રેસી ઉમેદવાર રઘુ દેસાઇ અને જશુ પટેલનું કદ ન માત્ર કોંગ્રેસમાં પરંતુ ગુજરાતની રાજનીતિમાં વધી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં ઝાયન્ડ કિલર કેવારા પરેશ ધાનાણી સાથે સાથે હવે આ બંન્ને નેતાઓનાં નાણ પણ જોડવામાં આવી રહ્યા છે. 

આ ચૂંટણી પરિણામ સ્પષ્ટ થતાની સાથે જ હવે ભાજપ પાસે કુલ 103 ધારાસભ્યો થઇ ચુક્યા છે. જ્યારે કોંગ્રેસનાં ધારાસભ્યોની સંખ્યા 72, એનસીપી પાસે એક, બીટીપી પાસે 2 અને એક અપક્ષ ધારાસભ્યો થઇ ચુક્યા છે. ઉપરાંત હાલ ત્રણ બેઠકો (મોરવા હડફ, દ્વારકા, તલાલા) બેઠકો વિવાદિત છે. ત્રણેય બેઠકોનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેથી આ ત્રણેય બેઠકો અનિર્ણિત છે. 

બેઠક જીતેલા ઉમેદવાર મળેલા મત હારેલા ઉમેદવાર મળેલા મત તફાવત (લીડ)
અમરાઇવાડી જગદીશ પટેલ (ભાજપ) 48526 ધર્મેન્દ્ર પટેલ (કોંગ્રેસ) 42925 5601
થરાદ ગુલાબસિંહ રાજપુત (કોંગ્રેસ) 72959 જીવરાજ પટેલ (ભાજપ) 66587 6372
ખેરાલુ અજમલજી ઠાકોર
(ભાજપ)
60875 બાબુજી ઠાકોર
(કોંગ્રેસ)
31784 29091
લુણાવાડા જીગ્નેશ સેવક
(ભાજપ)
67206 ગુલાબસિંહ ચૌહાણ
(કોંગ્રેસ)
54999 12207
રાધનપુર રઘુ દેસાઇ
(કોંગ્રેસ)
77410 અલ્પેશ ઠાકોર
(ભાજપ)
73603 3807
બાયડ જશુ પટેલ
(કોંગ્રેસ)
65597 ધવલસિંહ ઝાલા
(ભાજપ)
64854 743

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news