સરકારના નાક નીચે ડ્રગ્સનો સામાન ‘ગોગો’ વેચાય છે, તેના પર ટેક્સ પણ વસૂલાય છે : કોંગ્રેસનો આક્ષેપ
Gujarat Congress On Drugs : કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ લેવાના સામાન મળે છે. પાનની દુકાનમાં ડ્રગ્સ લેવા માટે વપરાતા ગોગોનું વેચાણ થાય છે. ડ્રગ્સના સામાન ગોગો પર સરકાર GST પણ વસૂલી રહી છે
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવા મામલે હવે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે. ‘રિજેક્ટર ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ’ના નામથી કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે. ડ્રગ્સ મામલે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ લેવાના સામાન મળે છે. પાનની દુકાનમાં ડ્રગ્સ લેવા માટે વપરાતા ગોગોનું વેચાણ થાય છે. ડ્રગ્સના સામાન ગોગો પર સરકાર GST પણ વસૂલી રહી છે.’ આ સાથે જ કોંગ્રેસ પ્રવક્તાએ મીડિયા સામે ગોગો પણ બતાવ્યું, જેનુ ખુલ્લેઆમ પાનના ગલ્લાઓ પર વેચાણ થાય છે.
સાથે જ તેમણે કચ્છના મુન્દ્રામાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસ મામલે સુપ્રિયા શ્રીનેતે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાતના પોર્ટ પર મોટા પાયે ડ્રગ્સ લાવવામાં આવે છે. કચ્છના મુન્દ્રામાંથી 34 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જોકે હજુ સુધી કેમ પોર્ટના માલિકની પૂછપરછ ન કરાઈ તેને લઈ કોંગ્રેસે સવાલ કર્યો. સાથે જ તેમણે કહ્યું કે, ED અને બીજી એજન્સીઓ ત્યાં કેમ તપાસ કરતી નથી. ડ્રગ્સની સિસ્ટમ જનરેશનને નશામાં નખાઈ રહી છે. ડ્રાય સ્ટેટને ડ્રગ્સ સ્ટેટ બનાવનાર સામે કાર્યવાહીની કોંગ્રેસે માંગ કરી છે.
આ પણ વાંચો : સત્તાના નશામાં ચૂર ધારાસભ્ય ભરત પટેલનું વિવાદિત નિવેદન, ‘હું ધારું તો હુલ્લડ થઈ શકે છે...’
કોંગ્રેસે ‘રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ’ નામનું કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું. તેમજ ડ્રગ્સ મામલે કોંગ્રેસે ટોલફ્રી નંબર પણ જાહેર કર્યો છે. કોંગ્રેસે 18001207840 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. ડ્રગ્સ ઝડપાવવા મામલે કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. ગુજરાતમાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. ગુજરાતના પોર્ટ પર મોટા પાયે ડ્રગ્સ લાવવામાં આવે છે. ડ્રગ્સ માટે વપરાતા ગોગોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ગુજરાતમાં પાનની દુકાનમાં ડ્રગ્સના સામાન મળે છે અને ડ્રગ્સના સામાનમાં પણ સરકાર GST પણ વસૂલે છે. ગુજરાતમાં શું થાય છે, તે દેશ જાણવા માંગે છે? ડ્રગ્સની સિસ્ટમ જનરેશનને નશામાં નાંખી રહી છે. રાજકીય સમર્થન વગર ડ્રગ્સ સિન્ડિકેટ ન ચાલી શકે. ડ્રાય સ્ટેટને ડ્રગ્સ સ્ટેટ બનાવનાર સામે કાર્યવાહી કરો.
ડ્રગ્સ ઝડપાવવા મામલે કોંગ્રેસે ગુજરાત સરકારને લીધી આડેહાથ; 'રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ' અભિયાન કર્યું લોન્ચ #gujaratelection2022 #GujaratElections2022 #Congress pic.twitter.com/spD9BSzC3o
— Zee 24 Kalak (@Zee24Kalak) August 22, 2022
સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. ગુજરાતમાં ડ્રગ્સ સિન્ડિકેટ ચાલે છે. ગુજરાતના પોર્ટ પર ડ્રગ્સ મોટા પાયે લાવવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી કેમ કંઈ બોલતા નથી. 34 હજાર કરોડની ડ્રગ્સ મુન્દ્રામાંથી પકડાયું છે, ત્યારે ગુજરાતના ગૃહમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપે. આ ડ્રગ્સ આખી જનરેશનને નશામાં ધકેલે છે. ડ્રગ્સના ગોરખ ધંધા પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કેમ ચૂપ છે તે અમારો સવાલ છે. ડ્રગ્સ સિન્ડિકેટ રાજકીય સપોર્ટ વગર ચાલી ન શકે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે. આ મામલે ED અને બીજી એજન્સીઓની આંખો કેમ બંધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે